હીરાની મોટી કંપનીઓ પર સાયબર હુમલાના મેસેજથી હીરા ઉદ્યોગમાં હડકંપ

1061

DIAMOND TIMES- હોંગકોંગ તેમજ ચીનની મોટી કંપનીઓ પર ટ્રોજન વાયરસ થકી સાયબર એટેક થયો હોવાના મેસેજ સોસિયલ મીડીયામાં વહેતા થતા હીરા ઉદ્યોગમા હડકંપ મચી ગયો છે.સંદેશ મુજબ પાછલા 15 દિવસમાં હીરાની અનેક મોટી કંપનીઓના સર્વર હેક કરવામાં આવ્યા છે અને તેના બદલામાં ખંડણીરૂપે બીટકોઇન માંગવામાં આવ્યા છે.હેકર્સ દ્વારા થતા સાયબર એટેકથી બચવા ડિજિટલ ફાઇલો અને ડેટાબેઝનો સુરક્ષિત રીતે હાર્ડ ડ્રાઇવમાં બેકઅપ લેવા માટે પણ સંદેશમાં અપીલ કરવામાં આવી છે.ચેતતો નર સદા સુખીની યુક્તિ મુજબ આ સંભવિત આફત સામે સુરક્ષિત રહેવા આગોતરૂ આયોજન કરી આ ક્ષેત્રના નિષ્ણાંતોની મદદલેવામાં જ વધુ સમજદારી છે.

શુ છે ટ્રોજન ?

“ટ્રોજન” શબ્દ પ્રાચીન ગ્રીક વાર્તાના ઘોડા પરથી આવ્યો છે કે જે ટ્રોય શહેરને પતન તરફ દોરી ગયો.જ્યારે કમ્પ્યુટરની વાત આવે છે ત્યારે ટ્રોજન વાયરસએ જ રીતે કાર્ય કરે છે.તે મોટે ભાગે છેતરવાનો પ્રયાસ કરે છે.ટ્રોજન નામ 1974માં યુએસ એરફોર્સ દ્વારા રાખવામાં આવ્યુ હતુ. ટ્રોજન હોર્સ એક પ્રકારનો માલવેર છે. જે વપરાશકર્તાઓની કોમ્યુટર સિસ્ટમ્સમાં ચોરી છુપીથી પ્રવેશ મેળવી લે છે.કોમ્યુટરમાં એકવાર સક્રિય થયા પછી જાસૂસી કે સંવેદનશીલ ડેટા ચોરી કરવા અને કોમ્યુટર સિસ્ટમમાં બેકડોર પ્રવેશ મેળવવા માટે હેકર્સને સક્ષમ કરી શકે છે.