IT ક્ષેત્રમાં દેશની સંજીવની બનશે ટ્રીફટેલ એપ્લીકેશન

મલ્ટી ડીવાઈસ લોગિન, વોક એન્ડ ટોક, પ્રાઈવેટ ચેટ, નો- સ્ક્રીન શોટ, નો-ઓન લાઈન વિઝીબિલીટી, યુઝર્સના સંપુર્ણ ડેટાની પ્રાઈવસી જળવાઈ રહે તેવા અનેક આધુનિક ફિચર્સ ધરાવતી એપ્લીકેશન

DIAMOPND TIMES – સ્માર્ટ ફોન યુઝર્સ માટે આનંદના સમાચાર આવ્યા છે. તમારા ડેટા હવે તમારા હાથમાં સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે અનેક નવા ફિચર્સ સાથેની ટ્રીફટેલ એપ્લીકેશન લોંચ થઈ છે. જે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં ખુબ મોટી ક્રાંતિ લાવશે.

ડેટા કેમ સુરક્ષિત રહેશે? તે અંગે માહિતી આપતા કંપની એ જ્ણાવ્યું કે યોર ડેટા ઇન યોર હેન્ડસ (Your Data in your hands) સૂત્રને કંપની અનુસરે છે. નો ડેટા સ્ટોર ઓન સર્વર ફિચરના સૂત્ર સાથે કંપનીએ ટ્રીફટેલ એપ્લીકેશનની ડીઝાઇન તૈયાર કરી છે. જે તમને પ્રાઇવેટ ચેટનો વિકલ્પ આપે છે. વપરાશકર્તા ચેટ કર્યા બાદ તેને પીનથી લોક (પ્રોટેક્ટ) કરી શકશે. તેમજ વપરાશકર્તા એક વખત ચેટને ડીલીટ કરી નાખશે તો તેને સર્વર પરથી પણ મેળવી શકાશે નહિ.

કંપની યુઝર્સનો ચેટનો ડેટા કોઇ પ્રકારનો સર્વર પર સ્ટોર કરશે નહિ. આજકાલ બીજા ઘણા મેસેન્જરના ડેવલપર દાવો કરે છે કે અમે યુઝર્સનો ડેટા કે ચેટને સ્ટોર કરતા નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ચેટને ડીલીટ કર્યા બાદ બીજી મિનિટે સર્વર પરથી તેને રિકોલ કરી શકાય છે.જેની તુલનાએ ટ્રીફટેલ એપ્લીકેશનમાં કંપનીએ સુરક્ષિત ફિચર જનરેટ કર્યા છે. જેમાં કંપની ધારે તો પણ યુઝર્સનો ડેટા સ્ટોર કરી શકશે નહિ.

એટલે વપરાશકર્તા માટે અન્ય મેસેન્જર એપ્લીકેશનની સરખામણીએ ટ્રીફટેલ એપ્લીકેશન વાપરવી સુરક્ષિત રહેશે. ટ્રીફટેલ એપ્લીકેશન વપરાશકર્તાને પોતાનો ડેટા પોતાના હાથમાં સુરક્ષિત રાખવાની સુવિધા આપે છે. એટલે કે પોતાની મરજીથી યુઝર્સ પોતાના ડેટાને સ્ટોર કે ડીલીટ કરી શકશે. કંપની ઓટો ડીલીટનો બીજો મહત્વનો વિકલ્પ આપે છે.

યુઝર્સનો ડેટા ખૂબ જ અંગત બાબત છે. જેને ધ્યાને રાખતા કંપનીએ એપ્લીકેશનમાં સ્ક્રીન શોટની પણ સુવિધા આપી નથી. આથી યુઝર્સનો ડેટા વધુ સુરક્ષિત રહેશે. આ સિવાય અન્ય મેસેન્જર એપ્લીકેશનની માફક બલ્ક સ્ટોરી રીપ્લાય, ઓડિયો-વિડીયો કોલીંગ, પોસ્ટ-ફીડમાં ટેક્સ્ટ, વિડીયો, ઓડીયો તેમજ ફોટોની સુવિધા પણ આપે છે. આ સાથે ટ્રીફટેલ એપ્લીકેશનમાં યુઝર્સનો વિઝીબીલીટી મોડ અદ્રશ્ય રાખે છે.

જેમ કે વપરાશકર્તા ઓનલાઇન કોઇ સાથે ચેટ કરે છે તો અન્યોને તેની પ્રોફાઇલ ઓનલાઇન દેખાડશે નહિ. હાલમાં અત્યારે મોટાભાગની મેસેન્જર એપ્લીકેશનમાં લાસ્ટ સીન કે ઓનલાઇન ફિચર ડીસેબલ કર્યા બાદ પણ યુઝર્સ કોઇ સાથે ઓન લાઇન ચેટ કરતો હોય તો ઓનલાઇન શો કરે છે. જ્યારે ટ્રીફટેલ એપ્લીકેશનમાં યુઝર્સ કોઇ સાથે ચેટ કરતા હોય તો પણ ઓનલાઇન શો કરશે નહિ.

આ મહત્વના ફિચરથી ટ્રીફટેલ એપ્લીકેશન લોકોમાં ભારે લોકપ્રિય બનશે તેવી ખાત્રી છે. 21 મી સદીમાં સ્માર્ટ ફોન અને સ્માર્ટ એપ્લીકેશનનો વપરાશકર્તા સૌ પ્રથમ તો પોતાનો ડેટા કેવી રીતે સિક્યોર કરવો, ચેટને પ્રાઇવેટ રાખવી, ચેટને પીનથી પ્રોટેક્ટ રાખવી, ચેટ વખતે વ્યક્તિની વીઝીબીલીટી ઓફ રાખવી સહિતની સુવિધાઓ ઇચ્છે છે. યુઝર્સની આ તમામ જરૂરિયાત ટ્રીફટેલ એપ્લીકેશન પુર્ણ કરે છે. આ સાથે કંપની ભવિષ્યમાં અનેક નવા સોશ્યલ ફિચર્સ ઉમરશે. જેનાથી યુવાઓથી લઈને મોટી ઉંમરની વ્યક્તિ પણ પોતાની સોશ્યલ લાઈફ સ્ટાઈલમાં ચેંજ લાવી શકશે. જે લોકોના ભવિષ્યને એક્સ્પોલર અને એડવેન્ચર આપશે.

એપ્લીક્શનની ભવિષ્યમાં થનારી આવક દ્વારા અનાથ બાળકોના સોનેરી ભવિષ્યનો શુભ સંકલ્પ

આ એપ્લીકેશનની ભવિષ્યમાં મળનારી આવક અનાથ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે વપરાશે. જેનાથી દેશનું ભવિષ્ય ગણાતા બાળકો માટે સોનેરી સમયનું નિર્માણ થશે. આ એપ્લિકેશનની મદદથી સોશ્યલ એક્ટીવીટીના ક્ષેત્રમાં મજબુત પાયો નાખનાર આઇકોનફીસીસ કંપનીના ઓનર જીગર નંદાભાઈ પરસાણા, બિનય બાલુભાઈ પરસાણા, હાર્દિક જયંતિભાઈ પરસાણા, કેવિન અર્જુનભાઈ વિરાણી તથા કંપની પરિવારના પ્રિન્સા, જીગર, રાહુલ, પ્રવિણ, હેત્વી, દિવ્યાંગ, આશિષ, પ્રિત સહિતની ટીમ અભિનંદનને પાત્ર છે.

અમને પ્રોત્સાહીત કરનાર તમામ મહાનુભાવોનો આભાર : બિનય પરસાણા

સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં ખુબ મોટી ક્રાંતિ લાવવામાં સક્ષમ અને અનેક નવા ફિચર્સ સાથેની ટ્રીફટેલ એપ્લીકેશનનું હનુમાન જંયતિના પ્રસંગે કષ્ટભંજન દેવના આશિર્વાદથી સાળંગપુર ખાતે ધમાકેદાર લોંચિંગ થયુ છે.

આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના શ્રી રાકેશ પ્રસાદ સ્વામી, કષ્ટભંજન હનુમાનજી મંદીરના શ્રી હરીપ્રકાશ સ્વામી, શ્રી વિવેક સાગર સ્વામી, પુર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય ભુપેન્દ્ર સિંહ ચુડાસમાં, યુવરાજ સાહેબ ભાવનગર સ્ટેટ જયવિર સિંહ ગોહિલ, બોટાદ એસપી કરણરાજ વાઘેલા સહિત અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ તમામ મહેમાનો સહિત પ્રસંગને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ લોકોનો કંપનીના ઓનર બિનય પરસાણાએ આભાર વ્યકત કર્યો હતો.