ડાયમંડ સપ્લાય ચેઇનમાં ટ્રાન્સપરન્સી અગત્યનો ભાગઃ જેસીકે ટોક્સમાં પેનલ ડિસ્કશનમાં મહત્વના પ્રશ્નો પર ચર્ચા

557

DIAMOND TIMES : જેસીકે લાસ વેગાસ શો – ધ વેનેટીયન એક્સ્પો ખાતે જ્વેલરી ઉદ્યોગમાં આંતરદૃષ્ટિપૂર્ણ ચર્ચાઓ માટેનું પ્રખ્યાત પ્લેટફોર્મ જેસીકે ટોક્સ હેઠળ સસ્ટેનેબિલિટી પર એક આકર્ષક પેનલનું આયોજન કરવામાં આવ્યું હતું. “માઇન ટુ ફિંગર: ટ્રાન્સપરન્સી ઇન ડાયમંડ સપ્લાય ચેઇન” આ શીર્ષક હેઠળ આ સેશનમાં કુદરતી હીરા ઉદ્યોગમાં ઇથિકલ સોર્સિંગ, ટ્રાન્સપરન્સી અને સસ્ટેનબિલીટીની પ્રથાઓના નિર્ણાયક પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.

ધ ડાયમંડ ગર્લનાં ટ્રેસી એલિસન દ્વારા મોડરેટેડ અને ઓન્લી નેચરલ ડાયમન્ડ્સ અને નેચરલ ડાયમંડ કાઉન્સિલના જ્વેલરી એન્ડ વોચ એડિટર ગ્રાન્ટ મોબલી દ્વારા સંચાલિત આ પેનલમાં હીરા ઉદ્યોગના પ્રતિષ્ઠિત નિષ્ણાતો સામેલ થયા હતા. પેનલના સભ્યોમાં GJEPCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે, લુકારા બોત્સવાનાના મેનેજિંગ ડિરેક્ટર નસીમ બાનુ લાહરી, આન્દ્રે મેસિકાના સીઇઓ ઇલાન મેસિકા, અને નામડિયાના સીઇઓ એલિસા અમુપોલો સામેલ થયા હતા. આ લાઇવ ચર્ચા દરમિયાન, પેનલના સભ્યોએ ઘણા મુખ્ય પ્રશ્નોને સંબોધિત કર્યા જે ઉદ્યોગ અને ગ્રાહકો એમ બંને માટે મહત્વના હતા. રિટેલ વિક્રેતાઓ અને ગ્રાહકો માટે નૈતિક રીતે મેળવેલા હીરાનું મહત્વ, G7 પ્રતિબંધોની અસરો, કુદરતી હીરા સપ્લાય ચેનની ટ્રાન્સપરન્સી અને ઉદ્યોગમાં સ્થિરતા માટેની પ્રથાઓ અને તમામ પહેલો જેવા વિષયોની ઉત્કટ ચર્ચા કરવામાં આવી હતી.

સમગ્ર હીરા સપ્લાય ચેઇનમાં ટ્રાન્સપરન્સીની જરૂરિયાત પર પ્રકાશ પાડતા આ સેશન બજારમાં નૈતિક રીતે મેળવેલા હીરાની વધતી જતી ચેતના અને માંગ પર પ્રકાશ પાડ્યો હતો. પેનલના સભ્યોએ રિસ્પોન્સિબલ માઇનિંગ, નૈતિક ધોરણો અને સામાજિક જવાબદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો સાથે જ તેમની સંસ્થાઓના પ્રયત્નો અને સસ્ટેનેબિલિટી પ્રથાઓ પ્રત્યે ઉદ્યોગની સામૂહિક પ્રતિબદ્ધતા વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરી હતી.