લોકડાઉન પાછૂ ખેંચવાની માંગ સાથે મુંબઈના વેપારીઓએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને અલ્ટીમેટમ આપ્યુ છે.જેને અનુલક્ષીને સાથે સાંજે પાંચ વાગ્યે બિઝનેસ સબ કમિટીની બેઠક યોજાવાની છે.જેમા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સહીત અનેક કેબિનેટ મંત્રીઓ,ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. હાલ તો આ બેઠક પર સહુની નજર કેન્દ્રીત થઈ છે.અને બેઠકમાં આવનારા નિર્ણયનો સહુ આતુરતાથી ઇન્તજાર કરી રહ્યા છે.
DIAMOND TIMES – મહારાષ્ટ્રમાં કોરોના મહામારી વચ્ચે સરકારે શનિવાર અને રવિવારના દીવસે સંપૂર્ણ લોકડાઉન તેમજ શુક્રવારથી સોમવાર દરમિયાન રાત્રીના 8 થી સવારના 7 વાગ્યા સુધી લોકડાઉન કરવાનો મોટો નિર્ણય લીધો છે.જેમા હીરાના કારોબારના વૈશ્વિક મોટા કેન્દ્ર એવા ભારત ડાયમંડ બુર્સને પણ અચોક્ક્સ મુદ્દત માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.જો કે 5 એપ્રિલ અને રવિવારના રોજ કોરોના મુદ્દે મળેલી મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય અંગે ગરમા ગરમ ચર્ચાઓ થઈ હતી અને આ પગલાનો કેટલાક મંત્રીઓએ વિરોધ પણ કર્યો હતો.
બીજી તરફ સરકારના આ નિર્ણય વિરૂધ્ધ BDB ને ફરીથી ચાલુ કરવાની માઘ સાથે હીરા કારોબારીઓએ ઈ-મેઈલ અભિયાન ચલાવ્યુ હતુ.જેમા 20 ટકા સ્ટાફ સાથે ઓફીસો ચાલુ રાખવાની પરમિશન આપવાની વાત કરવામાં આવી હતી. હીરા ઉદ્યોગકારોની આ માંગણીનો સરકારે આશિંક સ્વીકાર કરી 10 ટકા કર્મચારીઓની હાજરી સાથે BDBને ખોલવાની આજરોજ પરમિશન આપી છે.
પરંતુ મીડીયા રિપોર્ટ મુજબ હવે લોકડાઉન પાછૂ ખેંચવાની માંગ સાથે મુંબઈના વેપારીઓએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને અલ્ટીમેટમ આપ્યુ છે.જેને અનુલક્ષીને સાથે સાંજે પાંચ વાગ્યે બિઝનેસ સબ કમિટીની બેઠક યોજાવાની છે.જેમા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સહીત અનેક કેબિનેટ મંત્રીઓ,ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. હાલ તો આ બેઠક પર સહુની નજર કેન્દ્રીત થઈ છે અને આ બેઠકમાં આવનારા નિર્ણયનો સહુ આતુરતાથી ઇન્તજાર કરી રહ્યા છે.