રિયલ એસ્ટેટને ગતિ આપવા બજેટમા કેવા પગલાઓની છે આવશ્યકતાઓ?

116

કોરોનાની થપાટ પછી ભારતીય અર્થવ્યવસ્થા સામે અનેક પડકારો છે.જેના કારણે કેન્દ્રીય બજેટમા લોકોની અપેક્ષાઓ વધી છે.જેમા રોજગારી આપવામા કૃષિ પછી બીજા નંબરે તેમજ જીડીપીમાં 7 ટકાનુ માતબર યોગદાન આપનાર રિયલ એસ્ટેટ ક્ષેત્રમા પ્રવર્તમાન નકારાત્મક પ્રભાવ દૂર કરવા તેમજ બજેટમા ચોક્ક્સ રાહત અને પ્રોત્સાહક પગલાઓ લેવાય તે રિયલ એસ્ટેટ ક્ષેત્ર આશાવાદી છે.તો હાઉસિંગ ફોર ઓલની માગણીને પહોંચી વળવા આર્થિક પ્રોત્સાહનો અને મજબૂત ખર્ચની જોગવાઈઓની પણ અપેક્ષા છે.

મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ પર ગંભીર અસર કરી છે.રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ તેની ઘેરી અસર પડી છે.ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવા આગામી બજેટમાં હાઉસીંગ લોન પર વ્યાજ ઘટડો,30 લાખ અથવા ઓછી કિંમતમાં કિફાયતી ઘરો માટે હોમલોન માટે 90 ટકા સુધી લોન-ટુ- વેલ્યુ રેશિયો રાખવા,બહારી કમર્શિયલ ઋણને મંજૂરી આપવા,તેમજ હોમલોનના વ્યાજને આવકવેરા કપાત હેઠળ સંપૂર્ણ મંજૂર કરવા,ઘર ખરીદદારોને પ્રોત્સાહન આપવા સહીતના પગલાઓ ભરવામા આવે તેવી આ ક્ષેત્રની અપેક્ષાઓ છે.