ટિફની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર દંપતીએ ફરીથી એડ ઝૂંબેશમાં ઝપલાવ્યુ

52

DIAMOND TIMES- ટિફની એન્ડ કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર દંપતિ બેયોન્સ અને જય-ઝેડએ 1961ની ક્લાસિક મુવી બ્રેકફાસ્ટ એટ ટીફની પર પ્રેરીત ઝવેરાતની જાહેરાત ઝુંબેશમાં ઝંપલાવ્યું છે.ઉલ્લેખનિય છે એક જાહેરાત માં 30 મિલિયન ડોલરની કીંમતના ટિફની એન્ડ કંપનીના પીળા કલરના હીરા પહેરવા બદલ અભિનેત્રી બેયોન્સ ગત ઓગસ્ટમાં ભારે વિવાદમાં ફસાઈ ગઈ હતી.તેમના પર આક્ષેપ લાગ્યો હતો કે તેણીએ ધારણ કરેલ 128.54 કેરેટનો પ્રતિષ્ઠિત હીરો બ્લડ ડાયમંડ છે.જો કે આ વિવાદની પરવા કર્યા વગર આ દંપતિએ ફરીથી ટિફની એન્ડ કંપનીની જાહેરાત ઝૂંબેશમાં ઝંપલાવ્યુ છે.

મીડીયા રિપોર્ટ અનુસાર ટિફની એન્ડ કંપનીની આ નવી જાહેરાતની થીમ એવી છે કે 40 વર્ષિય અભિનેત્રી બેયોન્સ અને 51 વર્ષિય જય-ઝેડ રોલ્સરોયસ કારની બેક સીટ પર સવાર થઈને ન્યુયોર્ક શહેરની સડક પર રહ્યા છે.એ દરમિયાન આ દંપતિ પર બે મિનિટનો રમતિયાળ રોમેન્ટિક વિડિઓ શુટ કરવામાં આવ્યો છે.નવરાશની પળોમાં દંપતિના ખુશનુમાં મિજાજને ટિફની એન્ડ કંપનીની એડ ફીલ્મમાં જ્વેલરી પ્રત્યેના અનન્ય પ્રેમની અભિવ્યક્તિના એક ભાગ તરીકે પ્રદર્શિત કરાયો છે.