ખાસ ગણતરી અને પુર્વ પ્લાન મુજબ કેટલીક કંપનીઓ સંવેદનશીલ અને વિવાદાસ્પદ એડ દર્શાવી પબ્લીસીટી મેળવવાના પ્રયાસ કરતી હોય છે.
DIAMOND TIMES – અમેરીકાની અગ્રણી જ્વેલરી પેઢી ટિફની એન્ડ કંપનીએ યુવા ગ્રાહકોને આકર્ષિત કરવા ખાસ ઝૂંબેશ ચલાવી છે.જે અંતર્ગત કંપની દ્વારા સોસિયલ મીડીયામાં એડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે.આ ઉપરાંત અમેરીકાના લોસ એન્જલસમાં યંગ યુવતિઓના પોસ્ટર્સની સાથે નોટ યોર મધર્સ ટીફની એવા મથાળા હેઠળ રોડ સાઇડ પર સાઈન બોર્ડ લગાડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ટિફની એન્ડ કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ 29 વર્ષીય એલેક્ઝાંડર આર્નાઉલ્ટ દ્વારા આ અનોખી જાહેરાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
કુદરતી હીરા જડીત ઝવેરાતના પ્રમોશન માટે સમયાંતરે ઉમદા પ્રયાસ થાય છે.નેચરલ ડાયમંડ કાઉન્સીલ દ્વારા પણ હીરા જડીત આભુષણોના પ્રમોશન માટે અભિનેત્રી અના ડે અર્માસ અભિનિત નાઇવ્સ આઉટ કેમ્પેઈન દ્વારા વૈશ્વિક જાહેરાત ઝુંબેશ ગત સપ્ટેમ્બરમાં હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશ અભિયાન પ્રિન્ટ, ડિજિટલ મીડીયા અને ટેલિવિઝન સહીત વિવિધ માધ્યમોમાં જાહેરાત થકી પ્રદર્શિત થઈ રહ્યુ છે.જેનો ગ્રાહકો તરફથી ઝબરો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.
ઉલ્લેખનિય છે કે નેચરલ ડાયમંડ કાઉન્સીલના આ અભિયાનમાં લેબગ્રોનની તુલનાએ કુદરતી હીરા વધુ ઇકો ફ્રેન્ડલી, જમીનના પેટાળમાં ઉભી થયેલી કુદરતી હીરાની અછત,માનવ સર્જિત હીરાની તુલનાએ કુદરતી હીરાનું વધુ પુન : વેંચાણ મૂલ્ય તેમજ ખાણ દ્વારા ઉત્પાદીત હીરા જ રિયલ હીરા છે સહીતના લેબગ્રોન અને કુદરતી વચ્ચેના અનેક તુલનાત્મક પાસાઓની છણાવટ કરવામાં આવી હતી.જો કે નેચરલ ડાયમંડ કાઉન્સીલ પ્રેરિત આ જાહેરાતના કેટલાક દાવાઓને લેબગ્રોન ડાયમંડ્સ ((LGDs) ઉત્પાદકો દ્વારા પડકારવામાં આવ્યા હતા.