હોંગકોંગ સરકારની આ ખાસ યોજનાથી લક્ઝરી સેગ્મેન્ટમાં ફૂંકાશે પ્રાણ

939

DIAMOND TIMES- હોંગકોંગ હીરા અને ઝવેરાત ઉદ્યોગના એક મહત્વના કેન્દ્રની સાથે એક રમણિય પ્રયર્ટન સ્થળ પણ છે.હોંગકોંગમાં પ્રતિ વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ ફરવા અને ખરીદી કરવા માટે આવે છે.હોંગકોંગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા અહેવાલ મુજબ હોંગકોંગમાં વર્ષ 2019 દરમિયાન હીરા, ઝવેરાત , રિસ્ટવોચ અને અન્ય કિંમતી લકઝરી ચીજોનું વેંચાણ 55 ટકાની વૃદ્ધિ સાથે 400 મિલિયન અમેરીકી ડોલર થયુ હતુ.પરંતુ કોરોના મહામારી પછી વૈશ્વિક બજારની મજબુત રીકવરી વચ્ચે પણ વર્ષ 2019 ની તુલનાએ ચાલુ વર્ષે લકઝરી ચીજોના વેંચાણમાં હજુ પણ 53 ટકાનો ઘટાડો નોંધાયો છે.પરિણામે કારોબારની આ નકારાત્મક સ્થિતિથી ચિંતિતિ હોંગકોંગ સરકારે પ્રવાસીઓને આકર્ષવા અને હોંગકોંગના લક્ઝરી સેગ્મેન્ટને ગતિ આપવા ખાસ યોજના બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હોવાના અહેવાલ છે.

હોંગકોંગ મ્યુનિસિપલ કોર્પોરેશનના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત મે મહીનામાં હોંગકોંગમાં લક્ઝરી વેચાણના ક્ષેત્રમાં પુન:રિકવરી મર્યાદીત રહી છે.જેની પાછળનું મુખ્ય ખાસ કારણ ચીન સહીતના વિદેશી પ્રવાસીઓની તંગી છે.કોરોના મહામારીએ પ્રદેશના લક્ઝરી માર્કેટમાં સખત અસર કરી છે. હોંગકોંગનો મુખ્ય આવકનો મુખ્ય સ્ત્રોત ચીનના પ્રવાસીઓ પર નિર્ભર છે.પરંતુ તેના પર પ્રતિબંધ આવી જતા તેની અસર લકઝરી માર્કેટ પર પડી છે.રસીકરણ અભિયાનથી વિશ્વમાં કોરોના મહામારી પર મહદઅંશે નિયંત્રણ આવી જતા ચીન અને હોંગકોંગ વચ્ચે આગામી દીવસોમાં મુસાફરી પરનો પ્રતિબંધ હટી જવાની ધારણા છે.બીજી તરફ હોંગકોંગની સરકાર પણ ચીન સહીતના વિદેશી પ્રવાસીઓ ને આવકારવા આતુર છે.પ્રવાસીઓને આકર્ષવા અને ખરીદી માટે પ્રોત્સાહીત કરવા ખાસ ઈ-કન્ઝમ્પશન વાઉચર સ્કીમ રજુ કરવા સરકાર વિચારાધિન હોવાનો અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.