આ ખાસ કારણથી અમેરીકન અભિનેત્રી કાર્ડીએ ગજવ્યું ગામ

1196

DIAMOND TIMES – કાર્ડી બી નામની અમેરિકન રેપર અને અભિનેત્રીએ અંદાજીત રૂપિયા 19 કરોડની હીરા જડીત જ્વેલરી સાથે આપેલા સ્ટેજ પર્ફોમન્સએ હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં ભારે ચર્ચા જગાવી છે.

અમેરીકાના ન્યૂયોર્ક સ્થિત મેટલાઇફ સ્ટેડિયમમાં સમર વેકેશનને અનુલક્ષીને આયોજીત જામ હિપ-હોપ અને આર એન્ડ બી ફેસ્ટ નામના સ્ટેજ શો દરમિયાન 28 વર્ષીય અભિનેત્રી અને રેપર કાર્ડીએ તેમના ઘાટીલા અને સુંદર દેહ પર એક ડઝનથી પણ વધુ આકર્ષક ડાયમંડ જડીત હાઇ-એન્ડ જ્વેલરી પીસ ધારણ કરી સ્ટેજ પરફોમન્સ કર્યુ ત્યારે તેને લાઈવ જોનારા દરેક દર્શકોના મુખમાથી આહાના શબ્દો સરી પડયા હતા.કાર્ડી બી નું સાચું નામ બેલ્કાલિસ માર્લેનિસ અલ્માનઝાર છે.

અભિનેત્રીએ તેમના સુડોળ દેહ પર ધારણ કરેલા હીરા જડીત આભુષણોમાં સૌથી મૂલ્યવાન 20 કેરેટ હાર્ટ શેઈપ હીરા જડીત વીંટી હતી.આ ઉપરાંત જ્વેલર ઇલિયટ દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્લેબોય ચેઇન પણ ધારણ કરી હતી.VS1 ક્વોલિટીના 160 કેરેટ હીરા જડીત આ પ્લેબોય ચેઈનની કીંમત 4 લાખ ડોલર એટલે કે અંદાજીત ત્રણ કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત તેણીએ VVS ડાયમંડ જડીત પાંચ વૈવિધ્યસભર હનીકોમ્બ,રોઝ અને વહાઈટ ગોલ્ડનો ક્યુબન લિંક  (કીંમત 14 લાખ રૂપિયા) ટુ ટોન બ્રેસલેટ(કીંમત 12.5 લાખ રૂપિયા) ગુચીનું વ્હાઇટ ગોલ્ડ લિંક પીસ (કીંમત 12.22 લાખ રૂપિયા), 11 જેટલા ક્યુબન લિંક અને ટેનિસ કડા (કીંમત 81 લાખ રૂપિયા),  હીરા જડીત ઓડેમાર્સ પિગુએટ રિસ્ટ વોચ (કીંમત 18.25 લાખ રૂપિયા) તેમજ ડાયમંડ હૂપ ઇયરિંગ્સની અસાધારણ જોડીનો સમાવેશ થાય છે.