ડાયમંડ ટાઈમ્સ
પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. હવે અરજદારોએ બાયોમેટ્રીક તપાસ વખતે ઓરીજીનલ દસ્તાવેજો સાથે લઇ જવાની જરૂર નહીં રહે. કારણ કે પાસપોર્ટ ઓફિસમાં ડીજીટલ લોકર સુવિધા શરૂ કરવામાં આવી છે. અરજદાર ડીજી લોકર એકાઉન્ટમાં જરૂરી દસ્તાવેજો પીડી ઓફ ફોર્મેટમાં અપલોડ કરીને એપોઇન્ટમેન્ટ વખતે તેને બતાવી શકશે. આ માટે અરજદારે પોતાના દસ્તાવેજ ડીજી લોકર દ્વારા પાસપોર્ટ ઇન્ડીયાની ઓફિશ્યલ વેબસાઇટ સાથે લીંક કરવા પડશે.આ સુવિધા ગાઝીયાબાદ રીજીયોનલ પાસપોર્ટ ઓફિસે શરૂ કરી દીધી છે.આગામી સમયમા તે સમગ્ર ભારતમા અમલી બની જશે એમ સુત્રોએ જણાવ્યુ હતુ.