બેંગ્લુરુમાં આયોજીત થનારા IIJS માં ભાગ લેવાની આ છે અંતિમ તારીખ

733

IIJSઆગામી સપ્ટેમ્બર મહીનામાં બેંગ્લુરુમાં આયોજીત થનાર ઈન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર  માં ભાગ લેવા અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઇ 2021 છે.જ્યારે 9 થી 14 ઓગષ્ટ દરમિયાન બુથની ફાળવણી કરવામાં આવશે.

DIAMOND TIMES – જીજેઈપીસીનો ફ્લેગશિપ ટ્રેડ શો ઈન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2021 કોવિડ પછી પ્રથમ વખત મુંબઈની બહાર ફીઝીકલ સ્વરૂપમાં યોજવામાં આવનાર છે.આગામી 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ફીઝીકલ રીતે બેંગલોરનાં ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત થનાર IIJS પ્રીમિયર – 2021 માં કુલ 2444 સ્ટોલ ઉપલબ્ધ છે. જે પૈકી 1275 સ્ટોલ અત્યારથી જ બુક થઈ ગયા છે.

6000 થી પણ વધુ વાહનો નું પાર્કીંગ અને અને પાંચ પ્રદર્શન હોલની સુવિધા ધરાવતા અને 77,220 સ્ક્વેર મીટરની વિશાળ જગ્યામાં પથરાયેલા બેંગલોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજીત થનાર આ એક્ઝિબિશનની ત્રીસ હજારથી વધુ કારોબારીઓ મુલાકાત લે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનિય છે કે મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે COVID-19 પ્રોટોકોલનું સખત રીતે પાલન કરવામાં આવશે.

IIJSની દરેકને હોય છે આતુરતા પુર્વકની રાહ : કોલિન શાહ

ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગ માટે અત્યંત મહત્વપુર્ણ શો ના આયોજન અંગે પ્રતિસાદ આપતા જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે આઈઆઈજેએસ પ્રીમિયર 2021ની 37મી આવૃત્તિના આયોજનની જાહેરાત કરતા અમને આનંદ થાય છે.કોવિડના તમામ પ્રોટોકોલોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું અમારી અગ્રતા રહેશે અમે IIJSની આતુરતા પુર્વક રાહ જોતા હોઈએ છીએ.દીવાળી સહીતના આગામી ઉત્સવની સીઝન માટે ખરીદદારોની જરૂરિયાતો પુર્ણ કરવામાં IIJS સક્ષમ નિવડશે એવી અમને અપેક્ષા છે . લોકડાઉન પછી પ્રથમ ફીજીકલ શો IIJS ના આયોજનને પરવાનગી આપવા બદલ અમો કેન્દ્ર સરકાર અને કર્ણાટકની રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ.

IIJSને પ્રોત્સાહન આપવા શ્રેણીબદ્ધ રોડ શો ની યોજના : શૈલેષ સાંગાણી

જીજેઈપીસીના પ્રદર્શન કન્વીનર શૈલેષ સાંગાણીએ જણાવ્યું હતું કે મુંબઈમાં IIJSને આયોજનને લઈને સંભવિત કેટલાક અવરોધોના કારણે આ વર્ષે IIJS પ્રીમિયરનું કર્ણાટકના બેંગાલુરુ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.IIJS ના આયોજન માટે આવશ્યક તમામ મંજૂરીઓ આપવામાં કર્ણાટક સરકારે ભારે ઉત્સાહ બતાવ્યો હતો.હંમેશની જેમ IIJS ની સુરક્ષા માટે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ(CISF) જવાબદારી સંભાળવાની છે.CISF એ પહેલાથી જ આયોજન સ્થળની મુલાકાત લઈ સુરક્ષા અંગેની જરૂરી તમામ કામગીરી પૂર્ણ કરી છે. સહકન્વીનર મનસુખ કોઠારીએ કહ્યુ કે અમે મુંબઈ, કોચિન,બેંગ્લોર, હૈદરાબાદ,દિલ્હી, લખનૌ અને કોલકાતા સહિતના મોટા શહેરોમાં આઇઆઇજેએસ પ્રીમિયરને પ્રોત્સાહન આપવા શ્રેણીબદ્ધ રોડ શો ની યોજના બનાવી છે.

વિશ્વના ટોચના પાંચ જેમ એન્ડ જ્વેલરી શો માં IIJS નો સમાવેશ

ભારતના સૌથી મોટા B2B રત્ન-ઝવેરાત  પ્રદર્શન IIJS ની હીરા અને ઝવેરાત ઉદ્યોગના સ્થાનિક અને વિદેશી ખરીદ દારો ઉત્સાહભેર મુલાકાત લેતા હોય છે. IIJS ભારતીય જ્વેલરી ઉત્પાદકો રિટેલરો સાથે કામ કરવા માટેનું મુખ્ય પ્લેટ ફોર્મ છે.જેમા વૈશ્વિક માંગના વલણો અને ઉત્પાદન ડિઝાઇનની સમજ મળે છે. વૈશ્વિક સ્તરે થઈ રહેલા ટોચના 5 રત્ન અને ઝવેરાત શો માં સમાવિષ્ટ IIJS ભારત ના 1275 થી વધુ ઝવેરાત ઉત્પાદકો અને પ્રદર્શકો સાથે વૈશ્વિક કારોબારી ઓ ને એક મંચ પર લાવી પરસ્પર જોડે છે.

હીરા-ઝવેરાત ઉદ્યોગના વધુ સમાચાર માટે અમારી વેબ સાઈટ www.diamondtimes.in પર ક્લીક કરો