વેસ્ટ આફ્રીકન કન્ટ્રી સિએરા લિયોન ખાતે આવેલી મેયા માઈનિંગ કંપનીની રફ હીરાની ખાણ માટે ભારતિય કંપની સમીર જેમ્સ અને મેયા માઇનિંગ વચ્ચે થશે ભાગીદારી
DIAMOND TIMES – એન્ટવર્પ સ્થિત ડાયમંડ કંપની સમીર જેમ્સ, અન્ય એક કંપની જ્વેલર ટેક અને રફ કંપની મેયા માઇનિંગ ખાણના વિસ્તરણ માટે ભાગીદારી કરવા સહમત થયા છે. આ કરાર મુજબ વેસ્ટ આફ્રીકન કન્ટ્રી સિએરા લિયોન ખાતે આવેલી મેયા માઇનિંગ કંપનીની માલિકીની રફ હીરાની ખાણના વિસ્તરણ માટે સમીર જેમ્સ અને જ્વેલર ટેક રોકાણ કરશે. મીડીયા અહેવાલ મુજબ આ માટે ભાગીદારી કરારની કામગીરી આગામી દીવસોમાં પુર્ણ કરી લેવામાં આવશે.ઉલ્લેખનિય છે કેઉલ્લેખનિય છે કે સમીર જેમ્સ બહુમુલ્ય અને અસાધારણ હીરાના ટ્રેડીંગનો વિશાળ અનુભવ ધરાવે છે. જેમા અત્યંત દુર્લભ અને મુલ્યવાન એવા 342 કેરેટ કલહારીની રાણી અને 910 કેરેટ લેસોથો લિજેન્ડનો સમાવેશ થાય છે.
એન્ટવર્પ સ્થિત કંપની મેયા માઇનિંગ સિએર લિયોનમાં 129 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પ્રોજેક્ટ ચલાવે છે.આ વિસ્તારમાં આવેલી અસંખ્ય કિમ્બર લાઈટ્સમાં પ્રતિ મહીને ન્યૂનતમ 30,000 કેરેટ રફ હીરાના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.મેયા પ્રોજેક્ટમાંથી ઉત્પાદીત થયેલા રફ હીરાનું પ્રથમ ટેન્ડર આગામી દીવસોમાં બહાર પાડવામાં આવનાર છે.
મેયા માઇનિંગ કંપનીએ સીએરા લિયોનના કોનો જિલ્લામાં આવેલી તેમની સાઇટ પરથી વર્ષ 2017માં 476 કેરેટ રફ હીરાનો પ્રથમ જથ્થો પ્રાપ્ત કર્યો હતો.જે જથ્થામાથી મળી આવેલા મુલ્યવાન રફ હીરા ગ્રાફને 16.5 મિલિયન ડોલરમાં વેચ્યો હતો.આ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ક્રિમ્બરલાઈટ સાઈટમાથી દુર્લભ અને મુલ્ય વાન રફ હીરા મળી આવે છે.