આ બોલ્ડ અભિનેત્રી કરશે કુદરતી હીરાનું પ્રમોશન

560

અભિનેત્રી અના ડે આર્માસ ફરીથી નેચરલ ડાયમંડ કાઉન્સિલના એમ્બેસેન્ડર નિમાયા

DIAMOND TIMES – નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી)એ જાહેરાત કરી છે કે અભિનેત્રી અના ડે આર્માસ નેચરલ હીરાના પ્રમોશન માટે બીજા વર્ષે વૈશ્વિક રાજદૂત તરીકે નિમણૂંક પામ્યા છે. અભિનેત્રી અના ડે આર્માસ આગામી સપ્ટેમ્બર મહીનાથી કુદરતી હીરાના વૈશ્વિક જાહેરાત અભિયાનમાં ભાગ લેનાર છે.

એનડીસીએ જાહેરાત કરતા કહ્યુ કે તેમણે માલિયા મેકનહોટન દ્વારા ડિઝાઇન કરેલો ડાયમંડ જ્વેલરી સંગ્રહ વિકસાવ્યો છે.આ સંગ્રહ ઉભરતા ડિઝાઇનર્સ માટે એક ખાસ પહેલ છે. નેચરલ હીરાના કારોબાર , મેન્યુફેક્ચરીંગ અને જ્વેલર્સને સહીત સમગ્ર ઉદ્યોગને સપોર્ટ કરવા એનડીસી આગામી લગ્નગાળા અને વેકેશનની સિઝનમા આગામી સપ્ટેમ્બરમાં નેચરલ હીરાની જાહેરાત અભિયાન ઝુંબેશ હાથ ધરશે.