ટેકનોલોજીની કમાલ,આ એરકન્ડીશન ઠંડકની સાથે આપશે વિટામીન-C

228

ડાયમંડ ટાઈમ્સ

કોરોનાના ભયાનક રોગચાળા પછી લોકોના જીવન ધોરણમા અનેક મોટા ફેરફાર થયા છે.તો બીજી તરફ મોટાભાગની ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ઉત્પાદકો વાયરસ સામે સુરક્ષા આપે તેવા ઉપકરણોનું ઉત્પાદન કરવા તરફ વળી રહ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમા વિશ્વની અગ્રીમ હરોળની એક કંપનીએ લોકોની ઈમ્યુનિટી વધારી શકે એવા એસીનુ ઉત્પાદન કરીને તેને બજારમાં મુક્યુ છે.જેની વિશેષતા એ છે કે તે ઠંડકની સાથે એર ક્લિન રાખીને વિટામીન-C નું ઉત્સર્જન કરે છે.જેનાથી વપરાશ કારોની રોગ પ્રતિકારક શક્તિ વધારવામા મદદ મળે છે.આ કંપનીનું એસી અત્યંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે.જેને ગુગલ આસિસ્ટન્ટ,એલેક્સા અને ટીસીએલ હોમ એપથી ઓપરેટ કરી શકાય છે.જેનાથી હેન્ડઝ ફ્રી કન્ટ્રોલનો વપરાશકારોને રોમાંચક અનુભવ પણ મળે છે.આ સિવાયની પણ અન્ય કેટલીક કંપનીઓએ પણ આ પ્રકારના એરકન્ડીશન બજારમા મુક્યા છે.

ટીસીએલ તિરુપતિ સ્થિત રૂપિયા 2400 કરોડનાં ઉત્પાદન પ્લાન્ટમાં વાર્ષિક 8 મિલિયન 22-22 ઈચ ટીવી સ્ક્રીન્સ અને 30 મિલિયન 3.5 થી 8 ઈંચ સુધીની મોબાઈલ સ્ક્રીન્સનું ઉત્પાદન કરે છે.મેઈડ ઈન ઈન્ડિયા માટે ટીસીએલ બ્રાન્ડનું આ એક મહત્વનું કદમ છે.વૈશ્વિક ટોપ-2 મ સ્થાન ધરાવતી ટીવી બ્રાન્ડ ટીસીએલ ઈલેકટ્રોનિક્સ કંપનીએ આઈ અલ્ટ્રા ઈન્વર્ટર એર કન્ડીશનર્સ નવા આકર્ષણ સાથે બજારમાં મુક્યુ છે.આ ડિવાઈસ ડસ્ટ ફિલ્ટર્સને વાયરસ ફ્રી અને એરક્લીન રાખવા સિલ્વર આયનની સાથે આવરણનાં એક વધારાનાં સ્તર તરીકે વિટામીન C સાથે આવે છે. એસી માટેની મુખ્ય થ્રી ઈન વન ફિલ્ટ્રેશન ટેકનોલોજીથી ડસ્ટ અને બેકટેરિયાને હવામાથી નાબુદ કરવા સાથે વપરાશકારની ત્વચાને ભીનાશની અસર પણ મળશે.જેનાથી ડ્રાયનેસ અટકશે.આ એસીમાં ટીસીએલનાં પેટન્ડેડ ટાઈટન ગોલ્ડ ઈવેપોરેટર અને કન્ડેન્સર પણ છે.જે સપાટી પર ડસ્ટ અને ડર્ટને અટકાવીને સાધનનો જીવનગાળો લંબાવે છે.

આ એરકન્ડીશન અંગે માહિતી આ૫તા ટીસીએલનાં એરકન્ડીશન બિઝનેસનાં હેડ વિજય મિકીલીનેનીએ જણાવ્યું હતું કે અમારા સેફટી પ્રોટોકોલને અપડેટ કરવા જરૂરી છે.જેથી કોવિડ જેવી મહામારી વચ્ચે લોકો સલામતીનો અનુભવ મળી શકે.અમારી કંપનીના સ્માર્ટ એરકન્ડીશનર્સમાં લેટેસ્ટ અપડેટ તરીકે વિટામીન સી ફિલ્ટર્સ સાથે ગ્રાહકોને અન્ય સુરક્ષાનું આવરણ પુરૂ પાડશે.જેમા સૌથી ઊંચે તેનું હાઈ ફ્રિકવન્સી કોમ્પ્રેસર છે કે જે માત્ર ૩૦ સેકન્ડની અંદર ટેમ્પ્રેચરને ૨૭ ડિગ્રી સેલ્સીયસથી ઘટાડીને ૧૮ ડિગ્રી સુધી લાવી શકે છે.તેમાં એઆઈ અલ્ટ્રા ઈન્વર્ટર કોમ્પ્રેસર ટેકનોલોજી પણ છે કે જે ઓછામાં ઓછી ૫૦ ટકા સુધીની ઉર્જા બચત કરે છે.આ ડિવાઈસ ગુગલ આસિસ્ટન્ટ,એલેક્સા અને ટીસીએલ હોમ એપને સપોર્ટ કરે છે.જેનાથી હેન્ડઝ ફ્રી કન્ટ્રોલ અને સ્માર્ટ ફોન અનુભવનો લાભ વપરાશકારને મળે છે.