ભારતની સ્થાનિક બજારમાં પણ ડાયમંડ જ્વેલરીની જબરી ડિમાન્ડ

590
 વિદેશની સાથે સ્થાનિક માર્કેટમાં પણ ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ નીકળતા હીરા ઉદ્યોગને ઓક્સિજન મળ્યુ

DIAMOND TIMES – પાછલા એક વર્ષથી મંદીથી પરેશાન હીરા ઉદ્યોગમાં હાલ ફૂલગુલાબી તેજીનો માહોલા જોવા મળી રહ્યો છે.ભારતમાં કોરોનાની બીજી લહેર પછી પરિસ્થિતિ પર નિયંત્રણ આવતા આગામી દિવસોમાં લગ્નસરાને લીધે જ્વેલર્સોને ઓર્ડર મળી રહ્યા છે,તે રીજે અમેરિકા-યુરોપ સહીત વિશ્વના મોતાભાગના દેશોમાં પણ કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાથી સુરતના હીરા ઉદ્યોગકારોને એક્સપોર્ટના મોટાપાયે ઓર્ડર મળી રહ્યા છે.

હીરા ઉદ્યોગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ હીરા ઉદ્યોગમા કોરોનાના કારણે ગત વર્ષે મંદીનો માહોલ હતો.ગત વર્ષે ભારતમાં માર્ચ મહીનામાં કોરોનાને લીધે લોકડાઉન કરવામાં આવ્યુ હતુ.તે સમયેજ અમેરિકા-યુરોપ સહીત વિશ્વના મોટાભાગના દેશોમાં પણ કોરોનાની પ્રથમ લહેર ખુબજ ઘાતક રહેતા સુરતના હીરા ઉદ્યોગને ખુબ મોટી અસર પડી હતી. હીરાના કારખાનાઓ બંધ હોવાને લીધે મોટી સંખ્યામાં રત્નકલાકારો તેમના વતન પલાયન કરી ગયા હતા. જ્યારે નાના અને મધ્યમ હીરા ઉદ્યોગકારોની સ્થિતિ ખુબજ કફોડી બની હતી.ત્યારબાદ એક બે મહીના પછી પરિસ્થિતિ થાળે પડી હતી અને ક્રિસમસ પર ઓર્ડર મળ્યા હતા.

પરંતુ હીરા ઉદ્યોગની પરિસ્થિતિ ફરી થાળે પડે તે પહેલાજ ફરીથી ફેબ્રુઆરી મહીનાથી કોરોનાની બીજી લહેર શરૂ થઇ જતા હીરા ઉદ્યોગકારો માટે નવી મુશ્કેલી સર્જાઇ હતી.પરંતુ આ વખતે વિદેશોમાં કોરોનાની પરિસ્થિતિ સામાન્ય રહેતા ઉદ્યોગકારોને સારા ઓર્ડર મળ્યા છે.હવે સુરતમાં લોકડાઉન સમાપ્ત થયુ છે અને વિદેશથી ઓર્ડર પણ મોટાપાયે મળતા હીરા ઉદ્યોગમાં ફુલ ગુલાબી તેજી જોવા મળી રહી છે.હીરા ઉદ્યોગકારોનું કહેવુ છે કે ભારતમાંથી મોટાપાયે હીરા અમેરિકા અને યુરોપના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.ત્યાં હાલ અર્થતંત્ર વ્યવસ્થિત હોવાથી હીરા ઉદ્યોગકારોને જ્વેલરી માટે મોટાપાયે ઓર્ડર મળ્યા છે.તે સિવાય ભારતમાં પણ હવે નવી પેઢીના લોકોમાં ડાયમંડ જ્વેલરીનો ટ્રેન્ડ વધ્યો છે.આગામી દિવસોમાં ભારતમાં પણ લગ્નસરાની મોસમ હોવાથી સ્થાનિક જ્વેલર્સોને પણ મોટા પાયે ઓર્ડર મળ્યા છે.ભારતમાં પંજાબ, દિલ્હી, હરિયાણા, ચેન્નાઇ, કોલકાતા, મુંબઇ સહીત મેટ્રો શહેરમાં ડાયમંડ જ્વેલરીનો ટ્રેન્ડ વધ્યો છે.