વિશ્વનો ત્રીજો સૌથી મોટો રફ હીરો એન્ટવર્પમાં પામશે આકાર

844

DIAMOND TIMES – બોત્સવાના ખાતે આવેલી પોતાની સો ટકા માલિકીની કારોવે ખાણમાથી લ્યુકારા ડાયમંડને વિશ્વનો ત્રીજો સૌથી મોટો 1,175 કેરેટનો જેમ ક્વોલિટીનો રફ હીરો મળી આવ્યો હોવાની લ્યુકારા ડાયમંડ કંપની દ્વારા થોડા દીવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતી. 77X55X33 મિલિમીટરનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો આ રફ હીરો 1.5 અબજ વર્ષ જુનો હોવાનો એન્ટવર્પ ડાયમંડ લેબોરેટરી એચબી એન્ટવર્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.આ દુર્લભ અને અમુલ્ય હીરાને વિશ્લેષણ અને મૂલ્યાંકન માટે એન્ટવર્પ ખાતે મોકલવામાં આવ્યો હોવાના મીડીયા અહેવાલ છે.

આરટીબીએફ ટીવીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ હીરાનું વિશ્લેષણ કરવામાં ચાર થી છ મહિનાનો સમય લાગી જવાની ધારણા છે. વિશ્લેષણની પ્રક્રીયા પુર્ણ કર્યા બાદ આ રફ હીરાના ટૂકડાઓ કરીને તેમાથી કેટલાક મુલ્યવાન હીરાઓ તૈયાર કરવામાં આવશે.આ તૈયાર હીરાઓનો ઉપયોગ વિશિષ્ટ દાગીના બનાવવા માટે કરવામાં આવશે. એન્ટવર્પ ડાયમંડ લેબોરેટરી એચબી એન્ટવર્પના પ્રતિનિધિના જણાવ્યા મુજબ 1.5 અબજ વર્ષ જૂનો આ હીરો વિશિષ્ટ પારદર્શિતા ધરાવે છે.આ મુલ્યવાન હીરાનુ હાલ કોઇ નામ આપવામાં નથી આવ્યુ.પરંતુ તેના નામકરણ માટે કારોવે ખાણ નજીક વસવાટ કરતા લોકો માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.જેમા ખાસ જ્યુરી દ્વારા ઉચિત નામ સજેશન કરનારને વિજેતા જાહેર કરી ઇનામ આપવામાં આવશે.તેમજ તેના આધારે આ હીરાનું નામકરણ પણ કરવામાં આવશે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ આઇરા થોમસએ અગાઉ કહ્યુ હતુ કે 1174 કેરેટનો કારોવે ખાણમાથી મળી આવેલો આ રફ હીરો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો સફેદ કલરનો મોટો રફ હીરો છે.એચબી એન્ટવર્પ સાથે અમારી ભાગીદારી મુજબ એચ બી એન્ટવર્પ દ્વારા તેને કટીંગ- પોલિશીંગ કરી હીરાના મૂલ્યવાન સંગ્રહમાં તેને રૂપાંતરિત કરવામાં આવશે. થોમસે ઉમેર્યુ હતુ કે લ્યુકારાને 148 કેરેટના કેટલાક અન્ય ઉચ્ચ-ગુણવત્તાવાળા સફેદ રફ હીરા પણ પ્રાપ્ત થયા છે. આ વર્ષે કારોવે ખાણ માથી 100 કેરેટથી વધુ વજનના 17 હીરા અને 300 કેરેટથી વધુ વજનના અન્ય 5 હીરા પણ મળી આવ્યા છે . ઉલ્લેખનિય છે કે વર્ષ 2015થી અત્યાર સુધીમાં કારોવે માઈન્સમાથી 1000 કેરેટથી વધુ વજન ધરાવતો આ ત્રીજો હીરો મળી આવ્યો છે.