ભારત ડાયમંડ બુર્સ મેનેજીંગ કમિટીનો સરાહનિય નિર્ણય, સભ્યો અને તેના કર્મચારીઓને સુરક્ષિત રાખવા ખાસ વેક્સિનેશન અભિયાન હાથ ધરવાની કરી જાહેરાત,ભારત ડાયમંડ બુર્સ મેનેજીંગ કમિટીએ આ રસીકરણ અભિયાનમાં કેટલા સભ્યોને રુચી છે તે જાણવા એક ઓનલાઈન ફ્રોમ કર્યુ જારી.
આ લિંક પર ક્લીક કરીને સભ્યો ફોર્મ ભરીને પછી સબમિટ કરી શકે તેવી સુવિધા https://forms.gle/8PmMv425K1shn1qc6
DIAMOND TIMES – કોરોના મહામારીથી બચવા વેક્સિનેશન જ એક માત્ર આખરી અને કારગર ઉપાય છે. ભારતમાં જ તૈયાર થયેલી સ્વદેશી વેક્સિન કોવિશિલ્ડ અને કોવાક્સિન ભારે પ્રભાવી અને અસરકારક છે.નાગરીકોને કોરોનાથી સુરક્ષિત રાખવા ભારત સરકારે પણ ઝડપી વેક્શિનેશન ઝૂંબેશ હાથ ધરી છે.કોરોના મહામારીના પગલે ભારતમાં હીરા -ઝવેરાત સહીત દરેક ઉદ્યોગ-ધંધાને ખુબ મોટુ નુકશાન થયુ છે.આવી સ્થિતિ વચ્ચે જાનહાની ટાળવા અને અને ધંધા-રોજગારને પુર્વવત્ત કરવા વેક્સિનેશન ખુબ જ મહત્વનું પગલું છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સની મેનેજીંગ કમિટીએ ખુબ જ સરાહનિય નિર્ણય કર્યો છે.બુર્સના તમામ સભ્યોને સુરક્ષિત રાખવા ખાસ વેક્સિનેશન અભિયાન હાથ ધરવા કમિટી ભારતની અગ્રણી હોસ્પીટલ્સ સાથે ચર્ચા-વિચારણા કરી રહી છે.ભારત ડાયમંડ બુર્સ મેનેજીંગ કમિટીએ તેમના સભ્યો માટે જારી કરેલા સંદેશમાં અપીલ કરતા કહ્યુ છે કે અમને લાગે છે કે ભારત ડાયમંડ બુર્સના દરેક સભ્ય અને તેમના તમામ કર્મચારીઓને વેક્સિનેશન દ્વારા સુરક્ષિત કરવાની આવશ્યકતા છે.મે મહીનાના અંતિમ અઠવાડીયામાં અથવા તો જુન મહીનાના પ્રારંભમાં રસીનો પુરવઠો મળી જવાની ધારણા છે.જેને ધ્યાનમાં રાખીને અમોએ આગળની કામગીરી હાથ ધરી છે.
ભારત ડાયમંડ બુર્સ મેનેજીંગ કમિટીએ આ રસીકરણ અભિયાનમાં કેટલા સભ્યોને રુચી છે એ જાણવા માટે એક ઓનલાઈન ફ્રોમ પણ જાહેર કર્યુ છે. આ ફોર્મમાં આપેલી વિગત ભરીને તેને સબમિટ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.આ ઉપરાંત રસી કરણ માટે વ્યક્તિ દીઢ કોવિશિલ્ડ માટે 850/ અને કોવાક્સિન માટે 1250 નો ચાર્જ અંદાજવામાં આવ્યો છે. કમિટી એ સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે આ ચાર્જ અંદાજીત છે.હોસ્પીટલ સાથે આ અંગે ડીલ ફાયનલ થયા પછી તેનો ચોક્ક્સ ચાર્જ નક્કી થશે.