વિશ્વનો સૌથી મોટો બ્લ્યુ સેફાઅર ક્વીન ઓફ એશિયા શ્રીલંકામાં પ્રદર્શિત

16

DIAMOND TIMES – ત્રણ મહિના પહેલા શ્રીલંકાની રત્નાપુરા ખાણમાંથી વિશ્વનો સૌથી મોટો દુર્લભ બ્લુ સેફાઅર મળી આવ્યો હતો.જેનું વજન 310 કિલોગ્રામ હોવાનું શ્રીલંકાના અધિકારીઓએ જણાવ્યું હતું.સ્થાનિક જેમોલોજીસ્ટ લેબમાં તેનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનિય છે કે 300 કિલોગ્રામથી વધારે વજન ધરાવતા આ રત્ન દુનિયાનો સૌથી મોટો દુર્લભ નિલમ છે.આ કિંમતી રત્નને રત્નાપુરા વિસ્તારમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.રત્નાપુરા એ જેમ કેપિટલ ઓફ સાઉથ એશિયન કન્ટ્રી તરીકે પ્રખ્યાત છે.જે સેફાઅર અને અન્ય કીમતી જેમ્સના અગ્રણી નિકાસકાર પણ છે.

આ દુર્લભ સેફાઅરને ગત રવિવારે શ્રીલંકાની રાજધાની હોરાનામાં એક ખાણના માલિકને ત્યાં પ્રદર્શિત કરાયો હતો.તેનું અનાવરણ કરતા પુર્વે બૌદ્ધ ભીક્ષુઓ દ્વારા ખાસ મંત્રોચ્ચાર સાથે પૂજા-આશિર્વાદ વિધિ યોજવામાં આવી હતી.

જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ રત્નાપુરાના રીસર્ચ અને ડેવલોપમેન્ટના ડાયરેક્ટર ચમીલા સુરાંગાએ આ રત્નનું પરિક્ષણ કર્યુ છે.આટલી મોટી સાઈઝ હોવાને કારણે તે અત્યંત કીંમતિ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.કારણ કે મોટા ભાગે મળી આવતા અન્ય નિલમની તુલનાએ આ સામાન્ય કરતા ખુબ મોટા આકારમાં મળી આવ્યો છે.