ભારતીય અર્થતંત્રનો વિકાસદર 8.3 ટકા રહેવાનો વર્લ્ડ બેંકનો અંદાજ

51

DIAMOND TIMES – કોરોના મહામારીમાં મુશ્કેલીમાં આવી પડેલા ભારતિય અર્થતંત્ર ઝડપથી રિકવર થવા લાગ્યુ છે.વિશ્વબેંકે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 8.3 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન જાહેર કર્યુ છે.વિશ્વ બેંકના રીપોર્ટ પ્રમાણે જાહેર રોકાણમાં વૃદ્ધિ,ડીસઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે ઝડપી પગલા જેવી નીતિઓને કારણે ભારતીય અર્થતંત્રને વેગ મળવાનો અંદાજ છે.

જો કે 2021ના પ્રારંભે વર્લ્ડ બેંક દર્શાવેલા અંદાજ કરતા આ વખતે વિકાસદરનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે.વર્લ્ડ બેંકના ચીફ ઈકોનોમીસ્ટ હૈંસ ટીમરે કહ્યું કે ગત વર્ષે અર્થતંત્રને ભારે પછડાટ મળી હતી તેની સરખામણીએ આર્થિક વૃદ્ધિદરમાં મોટો વધારો શકય નથી છતાં બીજી ભયાનક લહેર તથા આરોગ્ય સંકટ પછી જે રીતે રિકવરી છે તે ઘણી પોઝીટીવ છે.વર્લ્ડ બેંક પણ ભારતીય અર્થવ્યવસ્થાના સંભવિત પરિણામો વિશે પોઝીટીવ છે.

વર્તમાન વર્ષમાં વિકાસની ગતિ સારી છે.અચોકકસતાનો ગાળો ઘટી ગયાની સારી વાત છે.ગત 31 માર્ચે વિશ્વબેંક ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 7.5 થી 12.5 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન દર્શાવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે, જોકે, વિકાસદરનું અનુમાન 9.5 ટકા દર્શાવ્યું હતું. વિશ્વભરમાં સેમીક્ધડકટરની અછત, ઉત્પાદન ખર્ચમાં વધારો, નાણાંબજારોમાં તોફાની વધઘટ, કોરોનાની ત્રીજી લહેરની આશંકા વગેરે કારણો જોખમ ઉભુ કરી શકે છે.