જ્વેલરી એસોસિયેશન અમેરીકાના અધ્યક્ષ પદ્દે સુઝાન ચંડલરની પસંદગી

116

 

અમેરીકા વિમેન્સ જ્વેલરી એસોસિએશન (WJA)ના  પ્રમુખ પદ્દે સુઝાન ચંડલરની વરણી થઈ છે.

સુઝાન ચંડલર અમેરિકા સ્થિત સિટીઝન વોચના ચીફ મર્ચન્ડાઇઝિંગ ઓફિસર છે.વિમેન્સ જ્વેલરી એસોસિએશનના ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નવા પ્રમુખની પસંદગી કરવામા આવી હતી.બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બેથ ગેર્સ્ટિનને કહ્યુ કે સુઝાન ચંડલર એક બ્રિલિયન્ટ સીઇઓ છે અને ખુબ જ સરસ રીતે જવાબદારી નિભાવવા સક્ષમ છે. ગત વર્ષ 2020 માં સુઝને વિમેન્સ જ્વેલરી એસોસિએશનના સ્પોન્સરશિપ અધ્યક્ષ તરીકે ખુબ સારી સેવા આપી હતી.શ્રેષ્ઠ વિચાર વર્ચ્યુઅલ ઇવેન્ટ, લીડરશિપ કોન્ફરન્સ માટે એવોર્ડ્સ જીતવામા મહત્વની ભૂમિકા ભજવી હતી.ઝવેરી ઉદ્યોગમાં કાર્યરત મહિલાઓના સમુદાયને જોડવામા તે પ્રેરણારૂપ બનશે.

Susan Chandler. Photo courtesy GJEPC