લિંગ પરિવર્તન દ્વારા સ્ત્રી બનેલી યુવતિની સંવેદનાને કલ્પનાકૃત કરતી જ્વેલરીની જાહેરાતના આ વિડીયોએ મચાવી છે ધુમ

2092

DIAMOND TIMES – કેરળમાં 36 જ્વેલરી સ્ટોર્સ ધરાવતી અને ઝવેરાતના વ્યવસાયમાં કાર્યરત 100 વર્ષ જુની કંપની ભીમા જ્વેલર્સએ જવેલરીના પ્રમોશન માટે માટે બનાવેલી 100 સેકન્ડની પ્યોર ઈઝ લવ એડની જાહેરાતના એક વિડીયોએ દેશ-વિદેશમા ભારે ધુમ મચાવી છે.જ્વેલરીની જાહેરાતના આ વિડીયોને અત્યાર સુધીમા લાખો લોકોએ નિહાળી તેની ભારોભાર પ્રશંશા કરી ચુક્યા છે.

પ્યોર ઈઝ લવ અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી ભીમા જ્વેલરીની આ જાહેરાતમાં દર્શાવવામાં આવ્યુ છે કે આનંદીત અને આત્મવિશ્વાસ સભર એક ભારતિય યુવાન પરિવારના સહકારથી લીંગ પરિવર્તન કરી યુવતિ બની જાય છે.આ યુવતિના લગ્ન પ્રસંગને કચકડામાં કેદ કરી કલ્પનાકૃત કરવામાં આવ્યો છે.જેમા આ સુંદર સ્ત્રી માતાપિતા અને મિત્રોથી ઘેરાયેલી છે.આ યુવતિના લગ્ન પ્રસંગે પરિવારનો દરેક સભ્ય ખુશ છે.લગ્નના સેટ્સ પર રોશનીનો ઝગમગાટ છે. આ ઝગમગાટ વચ્ચે યુવતિએ ધારણ કરેલા અલંકારો અત્યંત સુંદર રીતે શોભે છે. લિંગ પરિવર્તન દ્વારા યુવકમાથી યુવતિ બનેલી આ સ્ત્રીના જીવનમાં આવેલા લગ્ન પ્રસંગની આ મધુર અને ખુશીની ક્ષણમાં ઝવેરાત ઓર વધારો કરે છે એવુ આ જાહેરાતના માધ્યમથી દર્શાવાવાનો પ્રયાસ થયો છે.

ભીમા જ્વેલરીના ઓપરેશન હેડ નવ્યા સુહાસે મીડીયાને કહ્યુ કે સામાન્ય રીતે ઝવેરાતની આ જાહેરાતમાં દુલ્હન અને તેના સુખી લગ્નજીવનની વાતને કેન્દ્રમાં રાખવામાં આવી છે.આ ઉપરાંત પુરુષમાથી સ્ત્રી બનવાની આ યુવાનની રોમાંચક અને લાગણી સભર સફરના દરેક પડાવને અત્યંત સંવેદનશીલ અને સુંદર રીતે આ જાહેરાતમાં રજુ કરવામાં આવ્યો છે.