હુરુન ઈન્ડિયાનો રિપોર્ટ : દેશના GDPથી વધુ ટૉપ 500 કંપનીની વેલ્યૂ,જાણો કોણ છે આગળ !

25
  • ટોચની 500 કંપનીઓમાં 11 ટકા છેલ્લા 10 વર્ષમાં સ્થપાઈ હતી
  • કોરોનામાં કંપનીઓનું વેલ્યૂએશન 68% વધ્યું
  • 16.65 લાખ કરોડ સાથે રિલાયન્સ દેશની સૌથી વધુ વેલ્યૂએબલ કંપની

દેશની 500 કંપનીઓની કુલ વેલ્યૂએશન 228 લાખ કરોડ છે જે દેશની હાલની જીડીપી કરતાં પણ વધારે છે. જરાતની 37 કંપનીઓનું કુલ વેલ્યૂએશન 15.31 લાખ કરોડ છે. ગુજરાતની ટૉપ 10 કંપનીઓના હેડક્વાર્ટર અમદાવાદમાં સ્થિત છે અને તે પૈકી 5 કંપની અદાણી ગ્રુપની જ છે. કુલ વેલ્યૂએશન સામે રાજ્યની કંપનીઓનું વેલ્યૂએશન 6.71 ટકા થાય છે. કોવિડની મહામારી છતાંય 500 કંપનીઓની કુલ વેલ્યૂમાં 68 ટકાનો વધારો નોંધાયો છે. ટૉપ 10 કંપનીઓની વેલ્યૂ 72.7 કરોડ છે જે કુલ કંપનીઓની વેલ્યૂના 32 ટકા છે અને દેશના જીડીપીના 37 ટકા છે.

આ બધી કંપનીઓએ કર્મચારીઓના હિતમાં 7 લાખ કરોડ વાપર્યા છે. આ 500 કંપનીમાંથી દેશના કુલ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ 62 ટકા એટલે કે 1.9 લાખ કરોડ આવે છે. 21 કંપનીઓ એવી છે જે 100 વર્ષથી જૂની છે. ટૉપ 10માં એક પણ કંપની ગુજરાતની નથી.

ગુજરાતની ટૉપ-10 કંપનીઓમાં અદાણી ગ્રુપનું આધિપત્ય
રેન્ક કંપની વેલ્યૂ
20 અદાણી ટ્રાન્સમિશન 2.06 લાખ કરોડ
22 અદાણી ગ્રીન એનર્જી 1.89 લાખ કરોડ
24 અદાણી એન્ટરપ્રાઇઝ 1.72 લાખ કરોડ
28 અદાણી ટોટલ ગેસ 1.62 લાખ કરોડ
31 અદાણી પોર્ટ- SEZ 1.52 લાખ કરોડ
81 ઇન્ટાસ ફાર્મા. 0.53 લાખ કરોડ
82 કેડિલા હેલ્થકેર 0.52 લાખ કરોડ
89 ટોરેન્ટ ફાર્મા. 0.48 લાખ કરોડ
94 નિરમા 0.44 લાખ કરોડ
95 એસ્ટ્રલ 0.43 લાખ કરોડ

ટાટા કન્સ્ટલટન્સી સર્વિસ સૌથી વધુ રોજગારી આપનારી કંપની
16.65 લાખ કરોડ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી કંપની છે જ્યારે 1.83 લાખ કરોડ સાથે સિરમ ઇન્સ્ટિટ્યૂટ સૌથી વધુ વેલ્યૂએશન ધરાવતી અન લિસ્ટેડ કંપની છે. બ્રાઇટકોમ ગ્રુપ 2791 ટકા ગ્રોથ સાથે સૌથી ઝડપથી વેલ્યૂએશન વધારતી કંપની બની છે. વિશેષમાં 1.35 લાખ કરોડ સાથે બાઇજૂસ મોસ્ટ વેલ્યૂએબલ કંપની છે. ટાટા ગ્રુપે સૌથી વધુ કંપનીઓનો શુભારંભ કરાવ્યો તથા 5.07 લાખ કર્મચારીઓ સાથે ટાટા કન્સ્ટલટન્ટ સર્વિસ સૌથી વધુ રોજગારી આપતી કંપની છે. નંબર 1 ટેક્સપેયર પણ ટીસીએસ છે. 53739 કરોડ સાથે રિલાયન્સ મોસ્ટ પ્રોફિટેબલ કંપની છે.