ભારતમાંથી આયાત કરાતી જ્વેલરી સહીતની 40 વસ્તુઓ પર અમેરિકા વધારાનો ટેક્સ ઝીંકશે

720

DIAMOND TIMES – અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા જો બાઈડન પણ અગાઉના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તે ચાલી રહ્યા છે.અમેરિકામાં ભારતની જે વસ્તુઓ નિકાસ થાય છે આ પૈકી જેમ એન્ડ જ્વેલરી સહીતની 40 વસ્તુઓ પર અમેરિકા 25 ટકા સુધીનો ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યુ છે.અમેરિકા બદલાની કાર્યવાહીના ભાગરુપે આ પગલુ ભરવા જઈ રહ્યુ છે.કારણકે ભારતે વિદેશી ઈ કોમર્સ કંપનીઓ પર ડિજિટલ સર્વિટ ટેક્સ લગાવ્યો છે.જેના પગલે અમેરિકાએ પણ કેટલીક ભારતીય પ્રોડક્ટ પર ટેક્સ લગાવવાનુ નક્કી કર્યુ છે.જેમાં જિંગા માછલી, બાસમતી ચોખા સોના ચાંદી અને જ્વેલરી સહીતની વસ્તુઓ સામેલ છે.અમેરિકન સરકારનુ કહેવુ છે કે, લગભગ 119 કંપનીઓ ડિજિટલ ટેક્સ હેઠળ આવે છે અને આ પૈકીની 86 કંપનીઓ અમેરિકાની છે.અમેરિકાના મતે આ પ્રકારના આંતરરાષ્ટ્રિય ટેક્સ પર સહમતિ બનવી જોઈએ પણ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી અમારા વિકલ્પો ખુલ્લા છે.જેમાં ટેરિફ લગાવવાનો વિકલ્પ સામેલ છે.

અમેરીકી સરકારનુ કહેવુ છે કે ભારત દ્વારા ડિજિટલ ટેક્સના રુપમાં જેટલી ડ્યુટી લગાવાઈ છે તેટલી જ ડ્યુટી અમેરિકા પણ લગાવશે.આ રકમ વર્ષે લગભગ 5.5 કરોડ ડોલર હશે.ભારતની સાથે સાથે અમેરિકાએ બ્રિટન, ઈટલી, તુર્કી, સ્પેનના સામાન પર પણ આ જ રીતે ટેરિફ લગાવવાનો પ્રસતાવ મુક્યો છે.gold