ભારતીય પ્રવાસીઓ માટે અમેરિકાએ નિયંત્રણ હળવા કર્યા

771

DIAMOND TIMES – ભારતમાં કોરોના કાબુમાં આવવા સાથે સંક્રમણ સતત ઘટી રહ્યું છે.જયારે અનેક દેશો ભારતીય પ્રવાસીઓ માટે સરહદો ખોલવા લાગ્યા છે.બ્રિટન દ્વારા ગત સપ્તાહે ભારતને રેડલીસ્ટમાંથી બહાર કાઢીને ‘એમ્બર લીસ્ટ’માં મુકી દીધુ હતું. નવા નિયમ મુજબ રસીના બંને ડોઝ લઇ ચુકેલા ભારતીય પ્રવાસીને 10 દિવસ ફરજીયાત હોટલ કવોરન્ટાઇનમાંથી મુકિત આપવામાં આવી છે. જોકે રહેઠાણમાં કવોરન્ટાઇન થવું પડશે અને આઠ દિવસ બાદ કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે.

આ સિવાય સંયુકત આરબ અમીરાતે પણ ગત પમી ઓગષ્ટી ભારત સહિત છ દેશોમાંથી આવનારા નાગરિકો માટેનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. જોકે પ્રવાસીઓ પર નિયંત્રણો યથાવત રહેશે. છતાં રેસીડેન્સી પરમીટ ધરાવતા લોકોને છુટછાટો આપવામાં આવી છે. નિયંત્રણો હળવા કરાતા અબુધાબીની ઇતિહાદ એરવેઝે ભારતના પાંચ શહેરોની ફલાઇટ શરૂ કરી દીધી છે.આ ઉપરાંત સ્પેન દ્વારા પણ ભારતીય પ્રવાસીઓના પ્રવેશની છુટ્ટ આપવામાં આવી છે. કોન્સુલેટ ઓફીસ ખુલ્લુ મુકવામાં આવી જ છે. હવે વિઝા મેળવવા માટે પ્રવાસીઓ જઇ શકશે. જોકે કોવેકસીન રસી લેનારાને છુટ્ટ નથી અપાઇ. અમેરિકાએ પણ ભારતથી આવતા લોકો માટેના નિયંત્રણો હળવા કરી લીધા છે.