તૈયાર હીરાની માંગ અને કીંમતોમાં થયેલા વધારાની આગેકુચ અવિરત રહેશે : સકારાત્મક અહેવાલ

374

ડાયમંડ ટાઈમ્સ

ફિન્ટેક કંપની યુએનઆઈ ડાયમંડ્સએ વિશ્વની 120 જેટલી અગ્રણી ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓના સહયોગથી કુદરતી હીરાના વેચાણ અને કીંમતોને લઈને એક પ્રાઈસ રિપોર્ટ તૈયાર કર્યો છે.આ પ્રાઈસ રિપોર્ટમાં બહાર આવેલી વિગતો અનુસાર વર્ષ 2020 ના અંતિમ ત્રિમાસિક ગાળાથી પોલિશ્ડ હીરાની માંગ અને ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.વર્ષ 2020ના અંતિમ ત્રિમાસિક ગાળામાં તૈયાર હીરાની માંગ અને ભાવમાં વધારાની આગેકુચ અવિરત રહેશે એવી પણ આ અહેવાલમા અપેક્ષા રાખવામાં આવી રહી છે.

યુએનઆઈ ડાયમંડ્સનાં અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે નવું વર્ષ 2021 એક સકારાત્મક નોંધ સાથે શરૂ થયું હતું. લોકડાઉનમાં છૂટછાટો, આતંરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પ્રતિબંધો હટતા, તેમજ વિશ્વના અનેક દેશોમા જ્વેલરી સ્ટોર્સ શરૂ થતા વિતેલા વર્ષ 2020ના ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનાં ત્રિમાસિક સમયગાળા દરમિયાન તૈયાર હીરાની માંગમા વધારો થયો હતો.બજારના આ સકારાત્મક વલણના પગલે તૈયાર હીરાના ભાવમાં સ્થિરતા અને સુધારો જોવા મળ્યો હતો.આ અહેવાલ મુજબ ખાસ ક્વોલિટીનાં રાઉન્ડ હીરાના ભાવમાં 0.79% નો જ્યારે ફેન્સી-કટ હીરાના ભાવમાં 1.15% નો વધારો થયો હતો.