DIAMOND TIMES- ગત અઠવાડીયે દક્ષિણ અફ્રીકાના ક્વાહલા ગામની જમીનમાંથી કેટલાક લોકોને હીરા જેવા ચમકદાર સ્ટોન મળી આવ્યા હતા.ગામ લોકોને એમ હતુ કે આ ચમકદાર પત્થરો સાચા હીરા છે.આ વાત સોસિયલ મીડીયામાં ફેલાતા દુર દુરથી લોકો હીરાની શોધ માટે ક્વાહલા ગામમાં ઉમટી પડ્યા હતા.જેને પગલે સ્થાનીય તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવીને સંપૂણ વિસ્તારમાં મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.ઉલ્લેખનિય છે કે દક્ષિણ અફ્રીકામાં અનેક વિખ્યાત હીરાની ખાણો છે.જ્યા કેટલાક વિસ્તારોમાં ખુબ સરળતાથી હીરા મળી આવે છે.
જો કે ભુસ્તર વૈજ્ઞાનિકો અને ખાણકામ નિષ્ણાતોની ટીમે પુષ્ટિ કરી છે કે આ પથ્થરો હીરા નહી,પરંતુ સામાન્ય ક્વાર્ટઝ છે.પરિણામે ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ થયો છે.આ વિસ્તારમાં જેને પ્રથમ હીરો મળી આવ્યો હતો એ 41 વર્ષિય ડ્વેન માસ્કુટુલે નામનો પશુપાલક ક્યાંક છુપાઈ ગયો છે.આ ઘટના પછી હવે વધુ ચિંતા આ વિસ્તારના પશુઓની છે.કારણ કે હીરા સોધવાની લ્હાયમાં મોટાભાગનો વિસ્તાર ખોદી નાખવામાં આવ્યો છે.જેથી પશુઓની સુરક્ષા માટે ખાડા ભરવા પ્રશાશને તાબડતોબ કામગીરી હાથ ધરી છે.