સુરતની શાન ગણાતા ડાયમંડ બુર્સની થીમ પર ગણેશજીની પ્રતિમાનું કરાયું નિર્માણ

DIAMOND TIMES : આ વર્ષે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કારણ કે ડાયમંડ બુર્સ સુરત શહેરની શાન ગણવામાં આવે છે. સુરતમાં જે ડાયમંડ બુર્સનું નિર્માણ થયું છે તે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ છે

ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં એક મૂર્તિકાર દ્વારા સુરતની શાન ગણાતા ડાયમંડ બુર્સની થીમ ઉપર ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મૂર્તિકારે આબેહૂબ ડાયમંડ બુર્સની એક પ્રતિકૃતિ તૈયાર કરી છે અને તેના પર ગણેશજીની સ્થાપના કરી છે.

ગણેશ ઉત્સવના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્ય સહિત સુરત શહેરમાં ઉત્સવની તૈયારી જોરમાં શરૂ થઈ ગઈ છે, તેવામાં હવે સુરતમાં અલગ અલગ થીમ ઉપર ગણેશજીની પ્રતિમા બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સુરતમાં એક મૂર્તિકાર દ્વારા ડાયમંડ બુર્સની થીમ પર ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સની થીમ પર ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે તે આ વર્ષે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કારણ કે, ડાયમંડ બુર્સ સુરત શહેરની શાન ગણવામાં આવે છે.

સુરતના લોકો હંમેશા કંઈક અલગ કરવામાં માને છે અને તેના જ કારણે એક મૂર્તિકાર દ્વારા સુરતની શાન ગણાતા એવા ડાયમંડ બુર્સની થીમ ઉપર ગણપતિની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ મૂર્તિકારે આબેહૂબ ડાયમંડ બુર્સની જેવું એક મોડલ તૈયાર કર્યું છે. તેના પર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.

મૂર્તિકારને ડાયમંડ બુર્સની થીમ પર ગણેશજીની પ્રતિમા બનાવવા માટે એક મહિના કરતાં પણ વધારે સમય લાગ્યો છે. આ પ્રતિમા શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મહત્વની વાત છે તે સુરતમાં દર વર્ષે મૂર્તિકારો દ્વારા અલગ અલગ થીમ ઉપર ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે.

કોરોનાની મહામારી વચ્ચે પણ સુરતના મૂર્તિકારો દ્વારા કોરોના વોરિયર્સની થીમ પર ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મૂર્તિકાર દ્વારા ડાયમંડ બુર્સની થીમ પર ગણેશ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે.