ચેમ્બર દ્વારા ડિજીટલ માર્કેટીંગ માસ્ટર કલાસનો બીજો તબકકો શરૂ

450

DIAMOND TIMES – સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા હાલમાં ફોરમ મારફતિયાના ડિજીટલ માર્કેટીંગ માસ્ટર કલાસનો બીજો તબકકો શનિવારથી શરૂ થયો છે.જેમાં નિષ્ણાંતો દ્વારા એડવાન્સ અને પ્રેકટીકલ સોશિયલ મીડિયા માર્કેટીંગ અંગેનો અભ્યાસક્રમ શિખવવામાં આવી રહયો છે.

આ એક મહિનાના કોર્સ દરમ્યાન બાર સેશન યોજાશે.સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી યોજાતા સેશનમાં વિદ્યાર્થીઓને પ્રેકટીકલ પ્રેઝન્ટેશન, થિયોરોટીકલ એન્ડ કન્સેપ્ચ્યુલ એકટીવિટીઝ, લાઇવ એકઝામ્પલ, અસાઇનમેન્ટ, ચેલેન્જીસ એન્ડ કોમ્પીટીશન્સ અને એડવાન્સ બેસ્ટ ટ્રેનીંગ ટેકનીકસ વિગેરે શીખવવામાં આવી રહયું છે. ડિજીટલ મીડિયા માર્કેટીંગ ટ્રેનર, કોચ અને પબ્લીક સ્પીકર ફોરમ મારફતિયા દ્વારા કોર્સમાં ડિજીટલ માર્કેટીંગના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.