રશિયન નાણાં મંત્રાલય 142,000 કેરેટ રફ હીરાની હરાજી કરશે

633

DIAMOND TIMES – રશિયાનું નાણાં મંત્રાલય આગામી 21 માર્ચ, 2021ના ​​રોજ 112 લોટમાં 142,404.12 કેરેટ રફ હીરાની જાહેર બજારમાં હરાજી કરશે.ઉલ્લેખનિય છે કે આ રફ ઓકશનમાં 10.8 કેરેટ સુધી વજન ધરાવતા રફ હીરા વેંચાણ માટે મુકવામાં આવનાર છે.

આ રફ હીરાની હરાજીમાં ભાગ લેવા ઇચ્છુક અરજદાર કંપનીઓએ ડીપોઝીટ પેટે પ્રથમ 60,000 રશિયન રૂબલ્સ જમા કરાવવા પડશે. ત્યારબાદ ટોચના ભાવોની ઓફર કરી સફળ બોલી લગાવનાર કંપનીને રફ હીરાનું વેંચાણ કરવામાં આવશે. આ ઓક્શનમાં ભાગ લેવા માટે રજિસ્ટર્ડ ફરજીયાત છે અને તેની અંતિમ તારીખ 2 એપ્રિલ, 2021 રાખવામાં આવી છે. આ રફ હીરાને 25 માર્ચ થી 20 એપ્રિલ દરમિયાન નિહાળી શકાશે.

ગત ફેબ્રુઆરી મહીનામાં પણ રશિયન નાણાં મંત્રાલયે આવી જ એક રફ હીરાની હરાજી યોજી હતી.જેમાં કુલ 311,181.76 કેરેટ રફ હીરા વેંચાણ માટે મુકવામાં આવ્યા હતા.જેની લઘુત્તમ કિંમત 18,685,492.79 ડોલર નિર્ધારીત કરવામાં આવી હતી.આ હરાજીમાં વિવિધ કંપનીઓએ 20,890,848.14 ડોલર મુલ્યનાં 305,682.92 કેરેટ રફ હીરાની ખરીદી કરી હતી.