DIAMOND TIMES – મુંબઇ ઝવેરી બજારમાં સોના-ચાંદીમાં મંદીને બ્રેક વાગી ભાવ પ્રત્યાઘાતી ઝડપી ઉછળ્યા હતા.વિશ્વ બજામાં કિંમતી ધાતુઓના ભાવ ઉછળ્યાના સમાચાર હતા. દરમિયાન દેશમાં આયાત તથા સોના-ચાંદીની ઇમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના નિર્દેશો હતા.આના પગલે દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો છે.છતાં પણ ગત શુક્રવારે બજારભાવ ઉછળતા જોવા મળ્યા હતા.
સોનાની ટેરીફ વેલ્યુ 10 ગ્રામની ડોલરના સંદર્ભમાં રૂપિયા 578 થી ઘટી રૂપિયા 560 ડોલર કરાઇ છે.જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં 765 થી ઘટી 724 ડોલર કરાયાના નિર્દેશો મળ્યા હતા.દરમિયાન વિશ્વ બજાર માં ગત શુક્રવારે સોનાના ભાવ ઔંશના ઉછળી રૂપિયા 1753થી રૂપિયા 1754 ડોલર રહ્યાના સમાચાર છે.
ગત શુક્રવારે સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ વધી 22.32 થી 22.33 ડોલર રહ્યા હતા.અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂપિયા 1500 ઉછળી 61000 બોલાયા હતા.જ્યારે અમદાવાદ સોનાના ભાવ 10 ગ્રામના રૂપિયા 400 ઉછળી 99.50થી વધીને 47800 તથા 99.90ના રૂપિયા 48000 બોલાયા હતા.દરમિયાન ગત શુક્રવારે મુંબઇ ઝવેરી બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂપિયા 99.50ના રૂપિયા 45667થી વધીને રૂપિયા 46248 તથા 99.90 ના રૂપિયા 45851થી વધીને રૂપિયા 46434 બંધ રહ્યા હતા.મુંબઇ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂપિયા 58118થી વધીને રૂપિયા 59581 બંધ રહ્યા હતા.