ભગવા પાઘડી પહેરી કોંગ્રેસના બળવાખોર દિગ્ગ્જ નેતાઓ એવુ તે શુ બોલ્યા કે મચી ગયો હડકંપ

168

ડાયમંડ ટાઈમ્સ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણીમા કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા તામિલનાડુનાં પ્રવાસે છે.દેશમાં કોંગ્રેસની સ્થિતિ અત્યંત કપરી અને નાજુક છે. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ અને અસંતુષ્ટ નેતાઓનું G-23 નામથી બનેલા નવા ગ્રૂપે જમ્મુમાં એક સમારંભ યોજી કોંગ્રેસના કામકાજ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.ઉલ્લેખનિય છે કે કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓનું ગ્રૂપ રાહુલ ગાંધીની ઉત્તર-દક્ષિણની રાજનીતિ વાળી ટિપ્પણીથી નાખુશ છે. આ ઉપરાંત કોંગ્રેસના ગુલામ નબી આઝાદને રાજ્યસભામાં ફરીથી નોમિનેટ નહી કરાતા પણ રોષે ભરાયા છે.અત્રે યાદ અપાવીએ કે આઝાદનો કાર્યકાળ સમાપ્ત થતા તેને અપાયેલા વિદાય સમારંભમાં પીએમ મોદીએ ગૃહમાં તેમના ખૂબ વખાણ કર્યા હતા.

જમ્મુમાં ગાંધી ગ્લોબલ ફેમિલી નામની એક સંસ્થાએ શાંતિ સંમેલનનું આયોજન કર્યુ છે.જેમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં કોંગ્રેસના અનેક નેતાઓ આ સંમેલનમાં પહોંચ્યા છે.આ સંમેલનમા કોંગ્રેસના તમામ નેતાઓ ભગવા પાઘડીમાં દેખાયા છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલએ કોંગ્રેસના કામકાજ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસ નબળી પડતી દેખાઇ રહી છે.તેમણે ગુલામ નબી આઝાદને ફરીથી રાજ્યસભા માટે નોમિનેટ ના કરવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.કપિલ સિબ્બલે કહ્યું કે સાચું બોલવાની તક છે અને આજે સાચું જ બોલીશું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ કહ્યું કે આપણે આસાનીથી નેતા નથી બન્યા.પરંતુ મહેનતથી આગળ આવ્યા છીએ.આનંદ શર્માએ આગળ કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં કોંગ્રેસ નબળી પડી છે.બે ભાઇ અલગ-અલગ મત ધરાવતા હોય તો તેનો મતલબ એ નથી કે ઘર તૂટી જશે કે ભાઇ, ભાઇનો દુશ્મન થઇ જાય છે.રાજ બબ્બરે મંચ પરથી કહ્યું કે મહાત્મા ગાંધીનો વિશ્વાસ, સંકલ્પ અને વિચારની સાથે આ દેશના કાયદા અને સંવિધાનની રચના થઈ હતી.કોંગ્રેસ તેને આગળ લઇ જવા માટે મજબૂતીથી ઉભી છે.આપણે સહુ કોંગ્રેસને મજબૂત બનાવવા મહેનત કરી રહ્યા છીએ.