કોરોના મહામારી અને લોકડાઉનના કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર વેરવિખેર થઈ ચુક્યા હતા.આ પ્રકારની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલએ ગત જાન્યુઆરીમાં e-IGJS (ઇન્ટરનેશનલ જેમ એન્ડ જ્વેલરી શો) નું હીમંતભેર આયોજન કર્યુ હતુ.E-IGJSમાં વિશ્વના કુલ 56 દેશોમાથી 500 થી પણ અધિક ખરીદદારોએ હાજરી નોંધાવી હતી. જીજેઇપીસી દ્વારા આયોજીત થયેલા જ્વેલરી મેળા E-IGJSના સકારાત્મક પરિણામો બજારમાં હજુ પણ બરકરાર રહેતા E-IGJS હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે નિરાશાના ઘોર અંધકારમાથી ઉજાસ તરફ લઈ જનારો ખરા અર્થમા પરિવર્તનશીલ સાબિત થઈ રહ્યો છે.
DIAMOND TIMES – કોરોના મહામારી અને લોકડાઉનની વિકટ સ્થિતિ વચ્ચે હીરા ઝવેરાત ઉદ્યોગને વેગવંતો બનાવવાના જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા વિવિધ પ્રકારના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવ્યા છે.જેમા જીજેઈપીસી દ્વારા ગત જાન્યુઆરીમાં આયોજીત થયેલો e-IGJS પ્રથમ હરોળમાં આવે છે.કારણ કે કોરોના મહામારી અને લોકડાઉનના કારણે સમગ્ર વિશ્વ નિરાશાના ઘોર અંધકારમાં હતુ,એવા નિર્ણાયક સમયે જીજેઇપીસીએ E-IGJSનું આયોજન કરવાની હીંમત દાખવી હતી.E-IGJSમાં ભારતની અનેક કંપનીઓએ હીરા,રંગીન રત્નો, સોના-ચાંદીઅને પ્લેટિનમ તેમજ ડાયમંડ જડીત આકર્ષક જ્વેલરીની વૈવિધ્યસભર ઉત્પાદન શ્રેણી પ્રદર્શિત કરી હીરા અને ઝવેરાતના ક્ષેત્રમાં ભારતનો દબદબો અને ક્ષમતા સમગ્ર વિશ્વને બતાવી દીધી હતી.
E-IGJS જ્વેલરી શો માં અલ્જેરિયા , આર્જેન્ટિના , ઑસ્ટ્રેલિયા ,બહેરીન , બાંગ્લાદેશ , બેલ્જિયમ , બ્રાઝિલ , કેનેડા ચાઇના,કોલમ્બિયા,કોસ્ટા રિકા , એક્વાડોર, ઇજિપ્ત, ફીજી,જર્મની, ગ્રીસ, હોંગકોંગ, આયર્લેન્ડ , ઇઝરાઇલ, ઇટાલી, જાપાન, જોર્ડન, કોરિયા, કુવૈત, લેબેનોન, લિબિયા, મલેશિયા, માલ્ટા, મોરેશિયસ, મિન્સ્ક (બેલારુસ), નેપાળ, ન્યુઝીલેન્ડ, ઓમાન, પાકિસ્તાન, પેલેસ્ટાઇન, પનામા, પેરુ, કતાર, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, સ્પેન, શ્રીલંકા, તાઇવાન, તાંઝાનિયા, થાઇલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુએઈ, યુકે, યુક્રેન, યુએસએ અને વેનેઝુએલા સહીત 56 દેશોના 500 થી પણ વધુ ખરીદદારોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
e-IGJSના આયોજન પછી યુરોપ-અમેરીકા સહીત ચીન,હોંગકોંગ,મધ્ય પૂર્વ સહીતના મોટા બજારોમાં હીરા અને ઝવેરાતની માંગ વધી હતી.વર્તમાન સમયે પણ હીરા અને ઝવેરાત ઉદ્યોગ રીકવરી સાથે ઝડપથી વૃદ્ધિ પામી ગતિશીલ બન્યો છે.વિશ્વના અમુક બજારોમાં એક કેરેટ ડાયમંડ થી માંડી ત્રણ કે ચાર કેરેટ ડાયમંડ જડીત લગ્નની વીંટી લોકો હોંશે હોંશે પસંદ કરી ખરીદી રહ્યા છે. એટલુ જ નહી પરંતુ પસંદગીના આભુષણો ખરીદવા ઉંચુ મુલ્ય પણ ચુકવી રહ્યા છે.આ બાબત ખુબ જ ઉત્સાહજનક અને સકારાત્મક છે.જ્વેલરી ઉદ્યોગનું ભાવિ ખૂબ ઊજળું દેખાય છે.190 અબજ પાઉન્ડનું વાર્ષિક વેચાણ કદ ધરાવતા હીરા અને ઝવેરાતનું બજાર પ્રતિ વર્ષે 5 થી 6 ટકાના દરે વિકસી રહ્યુ છે.આ બાબતને લક્ષ્યમાં રાખતા વર્ષ 2022 સુધીમાં તે 300 અબજ પાઉન્ડને આંબી જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.