ડાયમંડ ટાઈમ્સ
અમેરિકન એરલાઇનની ફ્લાઇટ ૨૨૯૨ હેબ્રોનથી એરિઝોનાના ફોનિક્સ જઈ રહી હતી ત્યારે એક ગજબની ઘટના બની છે. અમેરિકન એરલાઇનની પેસેન્જર ઔફ્લાઇટના પાઇલટે મેક્સિકોની ઉપરથી 36000 ફીટની ઉંચાઈ પર ઊડતાં સમયે પ્લેનની પાસેથી જ એક અનઆઈડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ(યુએફઓ) પસાર થયું હોવાનો દાવો કર્યો છે.
આ ઘટના રેડિયો ટ્રાન્સમિશનમાં પણ કેદ થઈ ગઈ છે.15 સેકંડની ઓડિયો ક્લિપમાં પાઇલટનો ઉત્તેજના ભરેલો અવાજ સંભળાય છે.જેમાં તેણે વાદળની ઉપર કશુંક હોવાનું માલૂમ પડયું હતું.પાયલટ રેડિયો પર બોલતો સભળાય છે કે અમારી ઉપરથી કશુંક પસાર થયુ છે. જે લાંબુ સિલિન્ડ્રિક ઓબ્જેક્ટ જેવું લાગતું હતું. પાઇલટે તેને ક્રૂઝ મિસાઇલ ટાઇપના ઓબ્જેક્ટ તરીકે ગણાવ્યું હતું કે જે અત્યંત ઝડપી હતું અને અમારી ઉપર જમણી બાજુથી પસાર થઈ ગયું હતું.
સ્ટિવ ડગ્લાસ નામના એક બ્લોગરે તેના બ્લોગ માટે સૌથી પહેલાં આ રેડિયો ચેટ સાંભળી હતી.અમેરિકન એરલાઇને આ ઘટનાને પાછળથી સમર્થન આપ્યું હતું કે આ ઓડિયો ઓથેન્ટિક છે.સ્ટિવ ડગ્લાસે જણાવ્યું હતું કે તે રવિવારે એરવેવ્ઝ સાંભળતો હતો ત્યારે જ તેણે પાઇલટનો ચોંકેલો અવાજ સાંભળ્યો હતો.તેણે ઉમેર્યું હતું કે તે કોઈ મિસાઇલ હોવાની સંભાવના નથી કેમ કે રવિવાર મિલિટરી માટે ઓફ ડે હોય છે.સ્થાનિક સ્ટેશને પણ જણાવ્યું હતું કે મિલિટરી તરફથી મિસાઇલ ટેસ્ટનું નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું ન હતું.