DIAMOND TIMES – રાઉન્ડટ્રિપિંગની રમત પર અંકુશ લાદવા કેન્દ્ર સરકારે બ્રોકન ડાયમંડની આયાત પર તેમજ વિદેશમાથી ભારતમાં જોબવર્ક માટે આવતા હીરાઓ પર સાડા સાત ટકા ડ્યૂટી નાખી દીધી છે.સરકારના આ પગલાથી રાઉન્ડ ટ્રીપીંગ પર નિયંત્રણ જરૂરથી આવી ગયુ છે.પરંતુ લીલા ભેગુ સુકુ બળે તેમ તેનાથી વિદેશમાથી ભારતમાં જોબવર્ક માટે આવતા હીરાનો પુરવઠો અટકી જતા જોબવર્ક આધારીત નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારોની હાલત કફોડી થઇ છે.
બ્રોકન ડાયમંડની આયાત પર અને જોબવર્ક માટે ભારતમાં આવતા હીરા પર સરકાર દ્વારા સાડા સાત ટકા ડ્યૂટી નાખવા પાછળ રાઉન્ડટ્રિપિંગની રમત જવાબદાર છે.ભૂતકાળમાં કેટલાક હીરા ઉદ્યોગકારો બેંકલોન મેળવવા માટે ટર્નઓવર વધારવા પોતાના જ હીરાઓ એકસપોર્ટ-ઇમ્પોર્ટ કરી રાઉન્ડ ટ્રિપિગના માધ્યમથી બેલેન્શશીટમાં મોટા આંકડાઓ દર્શાવતા હતા.આ પ્રકારે રાઉન્ડ ટ્રિપિગના માધ્યમથી બેલેન્શશીટમાં મોટા આંકડાઓ દર્શાવી બેંકલોન લેનારી અમુક કંપનીઓના એકાઉન્ટ એનપીએમા કન્વર્ટ થઇ ગયા છે.
ઉપરોકત તમામ ગતિવિધીસરકારના ધ્યાનમાં આવતા બ્રોકન ડાયમંડ અને વેલ્યુએડિશન માટે આવતા હીરા પર સાડા સાત ટકા ડ્યૂટી ઝીંકી છે.તેના પરિણામે નાના ઉદ્યોગકારો કે જેઓને વિદેશથી જોબવર્ક મળતા હતા તેં બંધ જેવા થઇ ગયા છે.કેટલાક ઉદ્યોગકારો ડ્યૂટી પેટે મૂડી જામ થઇ જતા જોબવર્ક લેવાનું ટાળી રહ્યા છે.આમ આ ઘટનામા પાડાના વાંકે પખાલીને ડામ લાગી રહ્યા છે.
વિદેશમાથી આવતા સિન્થેટીક હીરાના જોબવર્ક પર આધારીત 350થી વધુ એકમો સુરતમાં કાર્યરત છે.આ ઉપરાંત સુરતમાંથી હાલ ૨૫00 કરોડથી વધુના સિન્થેટીક હીરાનું એક્સપોર્ટ પણ થઈ રહ્યું છે.સુરતની નેચરલ ડાયમંડની કેટલીક મોટી કંપનીઓએ પણ સિન્ટેટીક ડાયમંડ મેન્યુફે ક્યરિંગના એકમો સ્થાપ્યા છે.આવા સંજોગોમાં વિદેશથી નેચરલ બ્રોકન પોલિડ ડાયમંડ અને તેની જવેલરીનું સમારકામ સુરતમાં આવી રહ્યુ છે,પણ તેના માટે ૭.૫ ટકા ડ્યુટી વેઠવી પડે છે.જેના કારણે કરોડો રૂપિયાની કેપિટલ જામ થઈ જાય છે.નાના અને મધ્યમ ઉદ્યોગકારો પાસે મર્યાદિત મૂડી હોવાથી તેઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.જો સરકાર દ્વારા ઇમ્પોર્ટ ડ્યૂટી દૂર કરવામાં આવેતો ઉદ્યોગકારોને લાભ મળે તેમ છે.