ભારતના આ નગરમાં હવે દરેક ઘરની આગળ લાગશે દીકરીઓના નામની નેમ પ્લેટ

204

ઘર કી પહેચાન બેટી કે નામ અભિયાનને સાકાર કરવા અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને ગતિ આપવા નવતર પ્રયોગ…

ડાયમંડ ટાઇમ્સ.
નૈનીતાલ હવે દીકરીઓના નામથી ઓળખાશે. જિલ્લા પ્રશાસને નૈનીતાલ નગર પાલિકા વિસ્તારના દરેક ઘરને દીકરીઓના નામથી ઓળખ આપવાની પહેલ શરૂ કરી છે. ઘરે ઘરે સર્વે કરીને દીકરીઓ વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે નૈનીતાલમાં આયોજિત એક કાર્યક્રમમાં આ યોજનાનો શુભારંભ કર્યો છે.આ દરમિયાન તેમણે દીકરીઓને તેમના નામની નેમપ્લેટ પણ ભેટ આપી છે જેથી સમગ્ર વિસ્તારમાં બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને ગતિ મળશે.

નૈનીતાલના ડીએમ ધીરજ સિંહ ગર્બ્યાલે ચાર્જ સંભાળ્યો તે વખતે નૈનીતાલની વિશ્વમા એક આગવી ઓળખ બનાવવા જિલ્લાના દરેક ઘરનું નામ દીકરીઓના નામ પરથી રાખવાની ઘોષણા કરી હતી.‘ ઘર કી પહેચાન બેટી કે નામ’ અભિયાનને સાકાર કરવા આંગણવાડી કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇને દીકરીઓની જાણકારી મેળવી રહી છે.