દુર્લભ ધાતુઓના સંશોધનને સરળ બનાવવાં મોદી સરકાર ખનીજ અધિનિયમમાં સુધારો કરશે

270

કેન્દ્ર સરકાર દ્વારા દુર્લભ ધાતુઓના સંશોધનને સરળ બનાવવાંના પગલાથી મધ્યપ્રદેશના પન્ના વિસ્તારમાં આવેલી ભારત ની એકમાત્ર રફ હીરાની ખાણમાં ખનન કામગીરી ઝડપી બનશે, તો કાશ્મીર વિસ્તારમાં મળી આવેલા લિથિયમના જથ્થાના ખોદકામ અંગે પણ ઝાડપી નિર્ણય લેવાશે.

DIAMOND TIMES : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સોનું, ચાંદી, તાંબુ, ઝિંક જેવી ખનિજોની શોધને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. મોદી સરકાર ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1957માં સુધારો કરવાની યોજના બનાવી રહી હોવાનો અહેવાલ છે.આ સંશોધન કાયદામાં એક્સપ્લોરેશન લાયસન્સની જોગવાઈ દાખલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જે રિકોનિસન્સ અને સંભવિત કામગીરી હાથ ધરવા માટે હરાજી દ્વારા આપવામાં આવશે.

લાઇસન્સ પણ માત્ર ડિપ સિટેડ એટલે ઊંડે ઉતરેલા અને ક્રિટિકલ ખનિજો માટે જ આપવામાં આવશે જે અધિનિયમના નવા સમયપત્રકમાં નિર્દિષ્ટ કરવામાં આવશે. આવા ખનિજોમાં તાંબુ, ટેલ્યુરિયમ, સેલેનિયમ, સીસું, જસત, કેડમિયમ, ઈન્ડિયમ, સોનું, ચાંદી, હીરા, રોક ફોસ્ફેટ, એપેટાઈટ, પોટાશ અને દુર્લભ પૃથ્વી જૂથના તત્વો તેમજ લિથિયમ, કોબાલ્ટ, મોલીબ્ડેનમ રેનિયમ, ટંગસ્ટન, ગ્રેફાઇટ, વેનેડિયમ, નિકલ, ટીન, પ્લેટિનમ ગ્રુપ, કોલમ્બાઇટ, ટેન્ટાલાઇટ, લેપિડોલાઇટ, સ્કીલાઇટ અને કેસિટેરાઇટ જેવા ક્રિટિકલ ખનિજોનો સમાવેશ થાય છે.

2014 થી ખાણ અને ખનીજ (વિકાસ અને નિયમન) અધિનિયમમાં આ પાંચમો સુધારો હશે, જેમાં અગાઉના ફેરફારો ખનિજ સંસાધનો માટે ઇ-ઓક્શન ફરજિયાત બનાવતા હતા અને ખાણકામની લીઝ જે સમાપ્ત થઈ રહી હતી તેના વિસ્તરણને મંજૂરી આપે છે. ભારતમાં હાલમાં લગભગ 688,000 ચોરસ કિલોમીટર સ્પષ્ટ ભૂસ્તરશાસ્ત્રીય સંભવિત વિસ્તારો છે, જેમાંથી 197,000 ચોરસ કિલોમીટર ઉચ્ચ સંભવિત વિસ્તાર ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા ઓળખવામાં આવ્યો છે. એવો અંદાજ છે કે સરકાર દ્વારા ખનિજ સંશોધન માટે વૈશ્વિક બજેટનો માત્ર 1 ટકા ખર્ચવામાં આવે છે.