DIAMOND TIMES-હીરા નગરી તરીકે વિખ્યાત સુરતના ખજોદમાં સૌથી મોટું ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે . સુરત સહીત સમગ્ર ગુજરાત માટે અત્યંત મહત્વાકાંક્ષી ગણાતા આ પ્રોજેક્ટમાં સેવન સ્ટાર હોટલ, રેસ્ટોરેન્ટ,10 હજાર ઓફિસ,બેંક,ગોલ્ફ કોર્સ, મેટ્રો ટ્રેન,ટેક્સટાઇલ યુનિવર્સિટીની સુવિધા મળવાની છે.66 લાખ સ્ક્વેર ફૂટમાં પંચતત્વની થીમ પર તૈયાર થઈ રહેલુ આ ડાયમંડ બુર્સ કાર્યરત થતાની સાથે જ મુંબઇનો હજારો કરોડોનો ડાયમંડ અને જ્વેલરીનો બિઝનેસ સુરતમાં ડાયવર્ટ થવાની ધારણા છે.
વિશ્વના 11 પૈકી 9 હીરાનું કટિંગ અને પોલીસિંગનું કામ સુરતમાં થાય છે.પરંતુ સુરત હીરા ઉદ્યોગનું હબ હોવા છતાં મોટા ભાગની ડાયમંડ કંપનીઓની મુખ્ય ઓફિસો મુંબઈમાં આવી છે.ડાયમંડ બુર્સ ધમધમતુ થતા જ મુંબઈની મોટા ભાગ ની કંપનીઓ સુરતમાં આવી જશે.આ ઉપરાંત અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોમાથી હીરાની ખરીદી માટે બાયર્સો સુરત આવતા થશે.આમ સુરત ડાયમંડ બુર્સ ખરા અર્થમાં એક ચમકદાર હીરો અને સમગ્ર ગુજરાત માટે આર્થિક પરિવર્તન લાવનારૂ સાબિત થશે.ઉલ્લેખનિય છે કે આ વર્ષના અંતમાં સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થઈ જવાની ધારણા છે.
આવી સ્થિતિ વચ્ચે સુરત ડાયમંડ બુર્સને લઈને સોસિયલ મીડીયામાં “સૌ ચાલો સુરત જઈએ” નું અભિયાન છેડવામાં આવ્યુ છે. ફેસબુક અને વોટ્સેપ પર એક સંદેશ વહેતો મુકી હીરાના કારોબારીઓ-ઉદ્યોગકારોને માયાવી મુંબઈની મોહજાળ છોડીને સુરત આવવા આમંત્રણ આપવામાં આવ્યુ છે.
આ સંદેશ પર એક નજર…