DIAMOND TIMES- બોત્સ્વાના સ્થિત કોરોવે ખાણને વિકસાવવા 31 મિલિયન ડોલરનો ખર્ચ કરવાની લ્યુકારા કંપનીએ જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે તાજેતરના દીવસોમાં જ લ્યુકારા ડાયમંડને કારોવે ખાણમાથી 1174 કેરેટનો જેમ ક્વોલિટીનો રફ હીરો મળી આવ્યો છે.વર્ષ 2015 થી અત્યાર સુધીમાં કારોવે માઈન્સમાથી 100 કેરેટથી વધુ વજન ધરાવતો આ ત્રીજો હીરો મળી આવતા લ્યુકારા ડાયમંડને જાણે કે લોટરી લાગી છે.
આ અગાઉ પણ કારોવે માઈન્સમાથી 1758 કેરેટ વજનનો સેવેલઓ, 1,109 કેરેટનો લેસેડી લા રોના ઉપરાંત લ્યુકારાને 148 કેરેટના કેટલાક અન્ય ઉચ્ચ-ગુણવત્તાવાળા સફેદ રફ હીરા પણ કોરોવે ખાણમાથી પ્રાપ્ત થયા છે.આ વર્ષે કારોવે ખાણમાથી 100 કેરેટથી વધુ વજનના 17 હીરા અને 300 કેરેટથી વધુ વજન ધરાવતા અન્ય 5 હીરા પણ મળી આવ્યા છે.જેથી આ ફળદ્રુપ ખાણમાં રોકાણ કરવાનું કંપનીએ મન બનાવ્યુ છે. જેના માટે લ્યુકારા 22 મિલિયન ડોલર બીએમઓ કેપિટલ માર્કેટ્સમાથી જ્યારે 16 મિલિયન ડોલર પ્રાયવેટ રોકાણકારો દ્વારા મેળવવાના પ્રયાસમાં સફળ રહી છે.
ગત જાન્યુઆરીમાં બોત્સ્વાના સરકારે લ્યુકારા ડાયમંડ કંપનીને કારોવે માઈન્સમાથી ખાણકામ માટે આપેલા પરવાનાને વધુ 25 વર્ષ માટે વધારી આપ્યો છે.પરિણામે લ્યુકારા ખાણનું વિસ્તરણ કરી રફ્નું ઉત્પાદન 340,000 કેરેટથી વધારી 370,000 કેરેટ સુધી લઈ જવાની ધારણા રાખી રહી છે.