લગુના બ્લુ ડાયમંડ સોથીબી જીનીવા ખાતે રેકોર્ડ 25 મિલિયન ડોલરમાં વેચાયો

369

DIAMOND TIMES : GIA દ્વારા અત્યાર સુધીના સર્વોચ્ય ગ્રેડના બ્લુ હીરા તરીકે પ્રમાણિત કરવામાં આવેલા 11.16 કેરેટ પિઅર આકારના બલ્ગારી લગુના બ્લુ સોથેબી જીનીવા ખાતે યોજાયેલી હરાજીમાં 25 મિલિયન ડોલરથી વધુમાં હરાજી કરવામાં આવી હતી. ફોન પર ત્રણ પાર્ટી અને શોરૂમમાં એક પાર્ટી વચ્ચે ચાર મિનિટની બિડિંગ વોર પછી તે બલ્ગારી દ્વારા વેચવામાં આવેલો સૌથી મૂલ્યવાન જેમ બન્યો હતો. આ જેમ માટે મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ અને નોબલ જ્વેલ્સ ઇવેન્ટમાં ચૂકવવામાં આવેલી આ સૌથી વધુ કિંમત હતી જેણે કુલ 85 મિલિયન ડોલરની રકમ ઉપજાવી હતી. અડધાથી વધુ એટલે કે 133 લોટ તેમના ઊંચા અંદાજ કરતાં વધુ ભાવે વેચાયા છે.

સોથેબી જ્વેલરી વિભાગના વડા ઓલિવિયર વેગનરે જણાવ્યું કે, લગુના બ્લુનું વેચાણ અમારા મેગ્નિફિસિયન્ટ જ્વેલ્સ અને નોબલ જ્વેલ્સના વેચાણના નોંધપાત્ર પ્રદર્શનમાં ટોચનું સ્થાન ધરાવે છે જેમાં અસાધારણ કલર્ડ જેમ, ખાસ કરીને એમરાલ્ડ અને પીળા હીરા, તેમના ઉચ્ચ અંદાજમાં આવા અદભૂત ફેશનમાં જોવા મળે છે.

લગુના બ્લુ એ હરાજીમાં આવનારો ત્રીજો સૌથી મોટો પિઅર આકારનો ફેન્સી વિવિડ બ્લુ હીરો હતો. એક યુરોપિયન કલેક્ટરે તેને 1970ના દાયકામાં બલ્ગારીમાંથી ખરીદ્યું હતું અને તેને રિંગમાં ગોઠવ્યું હતું. ત્યારથી તે તેમના કલેક્શનમાં રહ્યો હતો. ગત એપ્રિલમાં, સોથેબી હોંગકોંગે ફેન્સી-વિવિડ-બ્લુ 15.10 કેરેટ ડી બીયર્સ બ્લુ 57.5 મિલિયન ડોલરમાં વેચ્યો હતો, જેણે ક્રિસ્ટીસ જીનીવા ખાતે વેચાયેલા 14.6 કેરેટ ઓપેનહેઇમર બ્લુ સાથે રેકોર્ડ શેર કર્યો હતો. જોસેફાઈનનો 12.03 કેરેટનો બ્લુ મૂન નવેમ્બર 2015માં સોથેબી જિનીવામાં 48.4 મિલિયન ડોલરમાં વેચાયો હતો.