9 વર્ષના વિરામ બાદ કિમ્બર્લી ખાતે યોજાશે કિમ્બર્લી ઇન્ટરનેશનલ ડાયમંડ સિમ્પોઝિયમ

262

DIAMOND TIMES : 2023 કિમ્બર્લી ઇન્ટરનેશનલ ડાયમંડ સિમ્પોઝિયમ (KIDS)નું આયોજન ઓગસ્ટ મહિનામાં દક્ષિણ આફ્રિકાના કિમ્બર્લી ખાતે યોજાશે. છેલ્લે આ આયોજન 2014માં કરવામાં આવ્યું હતું. સાઉથ આફ્રિકન ડાયમંડ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન (SADPO) અને જીઓલોજિકલ સોસાયટી ઓફ સાઉથ આફ્રિકા (GSSA) દ્વારા સહ-આયોજિત આ કોન્ફરન્સમાં ડાયમંડ પ્રોસ્પેક્ટિંગ અને માઇનિંગ સહિત હીરા ઉદ્યોગના તમામ પાસાઓમાં ઉપયોગમાં લેવાતી સંશોધન અને નવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

SADPOના વાઇસ ચેરપર્સન લિન્ડન ડી મેઇલોને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોન્ફરન્સ એવા સમયે થઇ રહી છે જ્યારે આંતરરાષ્ટ્રીય હીરા ઉદ્યોગમાં ઘણી અનિશ્ચિતતા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા ઉદ્યોગમાં સળગતી સમસ્યાઓને ઉકેલવા માટે પ્રયત્નશીલ છે, આ ક્ષેત્રના સંબંધિત નિષ્ણાતોને તેમના મંતવ્યો શેર કરવા માટે જ નહીં પરંતુ પેનલ ડિસ્કસનમાં પણ ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. હીરા ઉદ્યોગના વિશ્લેષક પોલ ઝિમ્નીસ્કીના મુખ્ય સંબોધન સાથે આ કોન્ફરન્સનું ઉદઘાટન થશે.

આર્થિક સમસ્યાઓને લીધે લોકો વચ્ચે લેબગ્રોન ડાયમંડ લોકપ્રિય થયા છે : ડી મેઇલોન

દરમિયાન, ડી મેઇલોને જણાવ્યું હતું કે હાલની મુશ્કેલ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને વચ્ચે લેબગ્રોન હીરા લોકોમાં વધુને વધુ આકર્ષણ ઉભું કરી રહ્યા છે, જેને લીધે કુદરતી હીરાના બજાર પર વધારાનું દબાણ આવી રહ્યું છે. આર્થિક રીતે મુશ્કેલ સમયમાં લોકો લેબગ્રોન હીરા તરફ વળ્યા છે. તમે કુદરતી હીરાની સરખામણીએ અડધી કિંમતે અથવા તેનાથી પણ ઓછી કિંમતે કદાચ 1 કેરેટ ડાયમંડ ખરીદી શકો છો. જ્યારે અર્થવ્યવસ્થા ખરાબ થાય છે અને લોકો સંઘર્ષ કરે છે, ત્યારે તેઓ સસ્તા વિકલ્પો તરફ જુએ છે. દક્ષિણ આફ્રિકન સરકારની દક્ષિણ આફ્રિકાના ખનિજ સંસાધનોને કોઈપણના લાભ માટે સંચાલિત કરવામાં અસમર્થતા એ હવે સામાન્ય રીતે જુનિયર માઇનિંગ ફિલ્ડ માટે સૌથી મોટો ખતરો છે.