આપનો પ્રચાર કરશે તો રત્નકલાકારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપનાર હીરા કારખાનેદારનું ભાજપમાં સ્વાગત

DIAMOND TIMES :સુરતમાં એક હિરાના કારખાનાનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં કારખાનાના માલિક હેરાની ફેકટરીમાં કાર્યરત રત્નકલાકારોને કડક ચેતવણી આપતા કહે છે કે પોતાના કારખાનામાં રેવડી વેચનારની પાર્ટી કે કેજરીવાલનો પ્રચાર કરવાનો નથી.આમ છતા આ ચેતવણી પછી પણ જો કોઇ કારીગર કેજરીવાલનો પ્રચાર કરશે તો તેમને નોકરીમાંથી તાત્કાલિક છુટા કરવામાં આવશે.

સુરતના આ હીરા ઉદ્યોગપતિ દિલીપભાઈ ઢાપાનું ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.આ અંગે સી આર પાટીલે પોસ્ટ મૂકી માહિતી આપી હતી.હવે આ મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.અને તેમણે ભાજપ સામે સવાલો ઉઠાવ્યા છે.

કારખાનેદાર વિરુધ્ધ પગલા લેવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે પોલિસ કમિશ્નર અજય તોમરને લેખિતમાં ફરીયાદ કરી

કારખાનેદાર દીલીપભાઈ વિરુધ્ધ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે સુરત પોલિસ કમિશ્નર અજય કુમાર તોમરને લેખિતમાં ફરીયાદ આપી સોશિયલ મીડિયામાં રત્નકલાકારોને ધમકી આપતા શેઠ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.જેમા કહેવામાં આવ્યુ છે કે સોશિયલ મીડિયામાં એક હીરાના કારખાનાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેમા એક અજાણ્યા શેઠ દ્વારા કારીગરોને ધમકી આપવામાં આવે છે.જેની સામે કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરીયાએ કહ્યું કે આ વીડિયો પરથી હીરા ઉધોગમાં રત્નકલાકારો પર કેવો અત્યાચાર,અન્યાય અને શોષણ થાય છે તેનો સ્પષ્ટ અંદાજ આવી જાય છે.જો આવા લોકો ઓન કેમેરા આવી ધમકીઓ આપે છે.જેમ દેશ નો દરેક નાગરિક સ્વતંત્ર છે એવી જ રીતે હીરાઉધોગનો દરેક રત્નકલાકાર પણ સ્વતંત્ર છે.ત્યારે સ્વતંત્ર નાગરિકે કેવો નિર્ણય લેવો એ અંગે વિચારવાનો અધિકાર નાગરિક પાસે છે.કોઈ વ્યક્તિ તેમના સ્વતંત્રતાના અધિકાર ઉપર તરાપ મારી શકે નહી

આજ શેઠ ના કારખાના મા તપાસ કરશો તો માલુમ પડશે કે ત્યા કામ કરતા કામદારો ને મજુર કાયદા મુજબ મળતા લાભો પણ તે નહી જ આપતા હોય,પી.એફ.પગાર સ્લીપ.બોનસ.હક રજા.ઓળખપત્ર, ઇ.એસ.આઈ.સહિત ના લાભો થી કારીગરો ને વંચિત રાખતા જ હશે.તેમણે ઉમેર્યુ કે અમારુ કામ બિન રાજકીય છે.અમે કોઈપણ પાર્ટી સાથે સંકળાયેલા નથી અને કોઈ પણ રાજકીય પક્ષ સાથે અમારે કોઈ લેવાદેવા નથી પરંતુ અમારા રત્નકલાકારો ના બંધારણ દ્વારા મળેલા સ્વતંત્રતા ના અધિકારો ઉપર કોઈ તરાપ મારે ત્યારે અમારે તેને કાયદા નુ ભાન કરાવવુ પડે છે.