હીરા ઉદ્યોગમાં નવી પેઢીનો વધતો જતો દબદબો

1804

નાની ઉમરે મોટી સિદ્ધી હાંસિલ કરી યુવાનો માટે પ્રેરણારૂપ બનતો પાટીદાર સમાજનો વિરલો ધવલ દેસાઈ

DIAMOND TIMES – માત્ર 25 વર્ષની યુવા વયે મોટી સિદ્ધી હાંસિલ કરનાર સમસ્ત લેઉવા પટેલ સમાજનું ગૌરવ ધવલ દીપકભાઈ દેસાઈ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે.ભણતરની સાથે ગણતર મેળવવા ધવલે મુબઈની ઉષા પ્રવીણ ગાંધી કોલેજ ઓફ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ કોમર્સના શિક્ષણની સાથે ડાયમંડ પોલિશીંગ અને એસોટમેનટનું કામ પણ શીખી લીધુ હતુ.

ત્યારબાદ વર્ષ 2017માં અમેરીકાના ન્યૂજર્સી સ્થિત ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં માસ્ટર ઈન બિઝનેસ મેનેજમેન્ટનું ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રવેશ લીધો. બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસની સાથે ધવલે (GIA) જેમોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અમેરીકામાં ડાયમંડ ગેડિંગનો કોર્સ કર્યો.આ ક્ષેત્રમાં અનુભવ મેળવવા તેણે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ કરવાનું પણ ચાલુ રાખ્યુ હતુ.

ધવલ દેસાઈ કવિ કલાપીની ભુમિ લાઠીના મુળ રહેવાસી દિપકભાઈ ભુપતભાઈ દેસાઈ અને તેમના ધર્મપત્ની રમાબેનનો કુળ દીપક છે. પ્રબળ પુરૂષાર્થ થકી શુન્યમાથી સર્જન કરનાર દીપકભાઈએ હાલ મુંબઈને કર્મભુમિ બનાવી છે. કુવામાં હોય તો અવેડામાં આવે એ કહેવત મુજબ સાહસ,મહેનત,ધગશ,પ્રામાણિકતા ,પ્રબળ પુરૂષાર્થ સહીતના સુસંસ્કારનો પિતા તરફથી વારસો મેળવનાર ધવલે પોતાના પગ પર ઉભા રહીને નાની ઉમંરે મોટુ બિઝનેસ સામ્રાજ્ય ઉભુ કરી દીધુ છે.ડાયમંડ અને જ્વેલરીનો કારોબાર કરતી ધવલની કંપની Dev Jewels inc. વર્ષે દહાડે કરોડોનું ટર્ન ઓવર કરી હીરા ઉદ્યોગમા મજબુત સ્થાન પ્રસ્થાપિત કરી દીધુ છે.કંપનીની પ્રગતિનો તમામ યશ ધવલને જાય છે.

વર્તમાન સમયે આજની યુવાન પેઢી અને તેના માતા-પિતાને દીકરાના ઉજ્જ્વળ ભવિષ્ય અને કારકીર્દીને લઈને ચિંતા સતાવતી હોય છે.આવા સમયે દીપકભાઈ દેસાઈનો કુળ દીપક ધવલ દેસાઈ સમસ્ત યુવા પેઢી માટે એક આદર્શ અને પ્રેરણારૂપ બન્યો છે.મન હોય તો માળવે જવાઈ એ યુક્તિ મુજબ દ્રઢ ઇચ્છા શક્તિ અને મહેનતના જોરે સફળતા પામનાર ધવલ અને તેના માતાપિતા ધન્યવાદને પાત્ર છે.