વોટ્સએપનો તોડ કાઢવા સરકારે લોંચ કરી નવી મેસેજિંગ એપ

171

સરકારે સ્વદેશી મેસેજિંગ એપ લોંચ કરી છે.વર્તમાન સમયે આ એપ્લિકેશન માત્ર સરકારી કર્મચારીઓ વાપરી રહ્યા છે.પરંતુ ઝડપથી આ એપ્લિકેશનને સામાન્ય જનતા માટે પણ ઉપલબ્ધ કરાવવામા આવે તેવા અહેવાલ મળી રહ્યા છે.

ડેટા પ્રાઇવેસીને લઇને હાલ સરકાર અને સામાન્ય યૂઝર્સ ખુબ જ પરેશાન છે.લોકપ્રિય એપ્લિકેશન વોટ્સએપની તાજેતરમાં જાહેર થયેલી નવી ડેટા પોલિસીને લઇને યૂઝર્સમાં ભારે નારાજગી છે.બીજી તરફ સરકારે વોટ્સએપ્નો વિકલ્પ શોધી કાઢ્યો છે. કેન્દ્ર સરકરે ડેટા ચોરી અને પ્રાઇવેસીને લઇને નવી Sandes (સેન્ડ્સ) એપ લોંચ કરી છે. આ એપને GIMS (Government Instant Messaging Systam) તરીકે પણ ઓળખવામા આવે છે.પ્રાપ્ત જાણકારી અનુસાર gims.gov.in પરથી આ એપને ડાઉનલોડ કરે શકાય છે.