1 કરોડ MSME યુનિટને સરકારે રૂપિયા 1.65 લાખ કરોડની લોન ગેરેંટી આપી

297

DIAMOND TIMES – કેન્દ્ર સરકાર દ્રારા ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ અંતર્ગત આશરે 1.09 કરોડ એમએસએમઈને રૂપિયા 1.65 લાખ કરોડની લોન ગેરેંટી આપી છે. આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજના ભાગ પેટે સરકારે વિભિન્ન સેક્ટર્સ ખાસ કરીને એમએસએમઈ માટે આ સ્કીમ જારી કરી હતી. જે હેઠળ 2 જુલાઈ, 2021 સુધી 1.09 કરોડ એમએસએમઈને રૂ. 1.65 લાખ કરોડનો ગેરેંટી સપોર્ટ આપ્યો હોવાનુ એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ જણાવ્યુ હતું. તેમણે કહ્યુ કે આ સ્કીમ અંતર્ગત કુલ રૂ. 2.73 લાખ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે. જેમાં રૂ. 2.14 લાખ કરોડની લોન બેન્કોએ એમએસએમઈને ફાળવી દીધી છે. કોરોના મહામારીના કારણે આ સેક્ટરને સૌથી વધુ લોન લેવાની ફરજ પડી છે. સરકારે રાહત આપતા એમએસએમઇએ સૌથી વધુ લોનનો લાભ લીધો છે.