કોણ નિવડશે વધુ સક્ષમ : મિસાઈલનો લબકારો કે હીરાનો ચમકારો ?

DIAMOND TIMES – કહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે. …!! આ પંક્તિ ભારતના હીરા ઉદ્યોગકારો માટે બેધડક અને સહેજ પણ નિસંકોચ વાપરી શકાય તેમ છે. કારણ કે ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ફીનીક્સ પંખીની માફક રાખમાથી બેઠો થવાનો લડાયક મિજાજ ધરાવે છે.ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે હીરાઉદ્યોગની સામે કોઇ પડકારો આવ્યા છે ત્યારે હીરા ઉદ્યોગની ચમક -દમકમા અનેક ગણો વધારો થયો છે.ત્યારે સહુ કોઇને વિશ્વાસ છે કે રશિયા અને યુક્રેન યુધ્ધમાં મિસાઈલના લબકારા વચ્ચે પણ ચમક જાળવી રાખશે.

આ લખાઈ રહ્યુ છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચરમસીમાએ છે.યુક્રેન યુધ્ધ કટોકટીથી સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. અમેરીકા તથા સાથી દેશો દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. આ પગલાથી સુરત સહીત સમગ્ર વિશ્વના હીરા ઝવેરાત ઉદ્યોગને નકારાત્મક અસર થવાની ભીતી સેવાઈ રહી છે. ત્યારે સવાલ એ થાય કે મિસાઈલના લબકારા અને હીરાના ચમકારામાથી કોણ વધુ સક્ષમ નિવડશે ??

રશિયા રફ હીરાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે તો અમેરીકા હીરા ઝવેરાતનું સહુથી મોટૂ બજાર છે. રશિયા પરના આર્થિક પ્રતિબંધના કારણે ભારત અને રશિયા વચ્ચે રફ હીરા સહીતના અન્ય તમામ દ્વિપક્ષીય કારોબાર થંભી જાય તેવી સંભાવનાઓ છે.પરંતુ તેનાથી વિપરીત ભારતિય રિઝર્વ બેંકના કાબેલ અધિકારીઓએ તેમનો પણ તોડ કાઢી નાખ્યો છે.ભારત- રશિયા વચ્ચે વેપાર વિનિમય તરીકે ભારતિય રૂપિયાને પ્રસ્થાપિત કરવાની તેઓ યોજના ધરાવે છે.આ ઉપરાંત અન્ય પણ કેટલાક મહતવના પગલાઓ ભરવાની પણ તેમની પાસે ફુલપ્રુફ યોજનાઓ છે.જેના પરથી કહી શકાય કે ભારત-રશિયા વચ્ચે વેપાર વિનિમયને મોટી અસર નહી થાય !!

જો કે બીજી તરફ અમેરીકાએ રશિયા પર મુકેલા આર્થિક પ્રતિબંધને અવગણીને ભારત રશિયા સાથે કારોબાર કરે તો ભારત-અમેરીકા વચ્ચેના સબંધો બગડી શકે છે.જો તેમ થાય તો અમેરીકા હીરા-ઝવેરાત સહીત ભારતની અન્ય ચીજો અને માલ સામાનની આયાતને અસર થવાની સંભાવનાઓ છે. આ બાબત જોતા બે આખલાઓ વચ્ચેની આ લડાઈમાં ભારત જેવા અનેક દેશોનો ખો નિકળી જાય તેમ છે.પરિણામે યુક્રેન કટોકટીથી સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર હાલ તો સંકટના વાદળો ઘેરાઈ ગયા છે.

અમેરિકા અને તેના સાથી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. અમેરીકી પ્રમુખ બાઈડને કહ્યું કે રશિયાને આ અધિકાર કોણે આપી દીધો તે પાડોશી દેશમાં નવા રાષ્ટ્રનું સર્જન કરે.બાઈડને જાહેર કર્યુ કે અમેરિકા દ્વારા લગાવાયેલા અનેક પ્રતિબંધ બાદ રશિયા પશ્ચિમી દેશો સાથે વ્યાપાર કરી શકશે નહી અને રશિયાને મળનારી નાણાકીય સહિતની સહાયતા પણ હવે બંધ રહેશે.

બાઈડને સ્પષ્ટ કર્યુ કે રશિયા જેમ જેમ લશ્કરી પગલા વધારશે તેમ તેમ તેના પરના આર્થિક પ્રતિબંધ વધારાશે.અમો કઠોર પ્રતિબંધનું પેકેજ તૈયાર કર્યુ છે જે રશિયાના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રભાવીત કરશે.અમેરિકી પ્રતિબંધમાં રશિયન બેન્કોનો પશ્ચિમી દેશો સાથેના વ્યવહાર ફ્રીઝ કરી તેની મિલ્કતો પણ ફ્રીઝ કરશે.ઉપરાંત રશિયાના પાંચ ધનાઢય પરિવાર પર આર્થિક અને ટ્રાયલ પ્રતિબંધ આવશે.

યુએસએ રશિયન રફ કંપની અલરોઝા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા !!

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) કે જે આર્થિક પ્રતિબંધોનું સંચાલન કરી તેનો અમલ કરે છે.તેમણે લક્ઝરી માર્કેટમાં કાર્યરત કંપની અલરોઝાન રફ ડાયમંડ માઇનિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કંપની સામે પ્રથમ સત્તાવાર કાર્યવાહી કરી છે.રશિયન હીરાના ઉત્પાદનમાં નેવું ટકા કરતાં વધુ હિસ્સો જાહેર સંયુક્ત- સ્ટોક મોનોપોલી ધરાવે છે. અને તેત્રીસ ટકા રશિયન ફેડરેશનની માલિકીની છે.

જાન્યુઆરીમાં અલરોઝાએ અહેવાલ આપ્યો હતો કે 2021નું વેચાણ 4 બિલિયન ડોલરને વટાવી ગયું છે.મોટાભાગે યુએસ હીરા ગ્રાહક બજારની માંગને કારણે અને યુએસ સરકાર દ્વારા રશિયન અર્થતંત્રના નોંધપાત્ર ઘટક તરીકે ગણવામાં આવે છે. રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા જાહેર કરાયેલા રશિયા સામે પ્રતિબંધોના બીજા તબક્કાના ભાગરૂપે અલરોઝા સહિત 13 રશિયન સંસ્થાઓ પર હવે યુએસ માર્કેટ દ્વારા ભંડોળ એકત્ર કરવા પર ભારે પ્રતિબંધ મૂકવામાં આવશે. OFAC અનુસાર આ આક્રમકતાથી મૂડી વધારવાની રશિયાની ક્ષમતાને મૂળભૂત રીતે અસર કરશે.

યુરોપિયન યુનિયન રશિયાનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.તે રશિયન ગેસના સિત્તેર ટકા અને રશિયન તેલની નિકાસના પચાસ ટકાનો ઉપયોગ કરે છે.આ કારણે જ જર્મની અને ઇટાલી જેવા દેશોએ રશિયાને સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટર બેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન (SWIFT),બેલ્જિયમ સ્થિત નાણાકીય સંદેશા વ્યવહાર સિસ્ટમમાંથી દૂર કરવા પર હસ્તાક્ષર કર્યા નથી.જે આંતરરાષ્ટ્રીય બેંકો વચ્ચે વ્યવહારોને મંજૂરી આપે છે. કારણ કે તેનો ઉપયોગ ચુકવણી માટે થઈ શકે છે.

આક્રમણ પહેલાં, ઇટાલિયન સરકારે તેની આર્થિક અસરો અંગેની ચિંતાઓ યુરોપિયન કમિશનને મોકલી હતી અને પ્રતિબંધો પર વૈભવી ચીજવસ્તુઓના ક્ષેત્ર સામે બદલો લેવાની આશંકા વ્યક્ત કરી હતી અને અહેવાલ મુજબ નુકસાનની ભરપાઈ કરવા માટે સંભવિત સબસિડી માટે EU તરફ ધ્યાન દોર્યું હતું.

બેલ્જિયમ, યુરોપિયન યુનિયનનું મુખ્ય મથક, રશિયા તરફથી રફ હીરા પરના કોઈપણ પ્રતિબંધોથી સૌથી વધુ પ્રભાવિત થશે કારણ કે દેશો હીરાના વેપારમાં મહત્વપૂર્ણ સહભાગી છે. 2020 માં, એન્ટવર્પના બંદર શહેરમાંથી 1 બિલિયન યુરોથી વધુ રશિયન હીરા પસાર થયા હતા, અને 2021 ના ​​અંતે, ઉદ્યોગ પ્રતિનિધિ એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC) એ અલરોસા સાથે નવેસરથી સહકાર કરારની જાહેરાત કરી હતી.

ડિસેમ્બરમાં અલરોસા વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, નવા કરારનો ઉદ્દેશ્ય આગામી કેટલાક વર્ષો દરમિયાન બંને સંસ્થાઓ વચ્ચેના ગાઢ સંબંધને વધુ વિસ્તરણ અને મજબૂત કરવાનો છે અને તે હીરાની મૂલ્ય, ટ્રેસેબિલિટી અને ટકાઉપણાને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે. નિવેદનમાં ટાંકવામાં આવ્યું છે, હવે સ્વીકૃત અલરોસા સીઇઓ ઇવાનવે જણાવ્યું હતું કે, “એન્ટવર્પ એ વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ હીરા વેપાર કેન્દ્ર છે, અને બેલ્જિયમ એ અલરોસાના સૌથી મોટા વેપાર ભાગીદારોમાંનું એક છે.”

AWDC ના ટોમ નેઈસની ચિંતા : રશિયાના રફ હીરા પર પ્રતિબંધથી એન્ટવર્પનો વેપાર ભારતમાં ડાયવર્ટ થઈ શકે છે. બોલ્ડ કરવુ

યુરોપીયન યુનિયન (EU) દ્વારા રશિયા સામેના પ્રતિબંધો એન્ટવર્પ ડાયમંડ સેક્ટરને સખત અસર કરી શકે છે. કારણ કે એન્ટવર્પમાં થતા રફ હીરાના કુલ કારોબારમાં 25 ટકા હિસ્સો રશિયામાંથી આવતા રફ હીરાનો છે.એમ રશિયાના AWDC ના ટોમ નેઈસે રેડિયો એન્ટવર્પ સાથે ની વાતચિતમાં ચિંતા વ્યકત કરી હતી.

6 ડિસેમ્બર 2021ના એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC) અને અલરોઝા વચ્ચે રફ હીરાના કારોબાર માટે પરસ્પર સહયોગ આપવા માટેના કરારને રિન્યૂ કરવામાં આવ્યો હતો,તે ક્ષણની આ ફાઈલ તસવીર છે. પરંતુ હવે યુરોપિયન યુનિયન દ્વારા રશિયા સામેના સંભવિત પ્રતિબંધો એન્ટવર્પ ડાયમંડ સેક્ટરને સખત અસર કરી શકે છે.

એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC) એ યુરોપિયન યુનિયન(EU) ને ચિંતા વ્યકત કરતા કહ્યુ છે કે રશિયા સાથેના રફ હીરાના વેપાર પર સંભવિત પ્રતિબંધના ખુબ જ મોટા નકારાત્મક પરિણામો આવશે.રશિયા રફ હીરા બજારમાં સૌથી મોટૂ વૈશ્વિક ખેલાડી છે.પરિણામે રશિયા પરના આર્થિક પ્રતિબંધથી એન્ટવર્પનો રફ હીરાનો કારોબાર અન્ય દેશમાં ડાયવર્ટ થવાની સંભાવનાઓ છે.

તેમણે ઉમેર્યુ કે એન્ટવર્પમાં રફ હીરાનો કુલ વાર્ષિક કારોબાર પૈકી 25 ટકા હિસ્સો રશિયામાંથી આવતા રફ હીરાનો છે. જો યુરોપ તેને પ્રતિબંધિત કરે છે તો તે રશિયાને નહીં પણ આપણા અર્થતંત્રને અસર કરશે.રશિયનોને વિશ્વમાં બીજું હીરાનું કેન્દ્ર મળશે.જેમા રશિયા ભારતના બજાર પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે.

યુરોપિયન યુનિયન પહેલાથી જ રશિયા સામે શ્રેણીબદ્ધ પ્રતિબંધોની જાહેરાત કરી ચૂક્યું છે.જેમા યુરોપીયન યુનિયનના જોસેપ બોરેલે સ્પષ્ટ પણે હીરાના વેપાર પર પ્રતિબંધના સંકેત આપ્યો છે.જેને ધ્યાનમાં રાખી અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ.આશા રાખીએ છીએ કે યુરોપીયન યુનિયનના નેતાઓ તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ યોગ્ય નિર્ણય કરશે એમ અંતમાં નેઈસએ જણાવ્યુ હતુ.

વેપાર- જગત સામાન્ય થતા હજુ એક મહિનો લાગી જશે

યુક્રેન અને રશિયાની યુદ્ધની તમામ પરિસ્થિતિ પર લોકો નજર રાખી રહ્યા છે.અત્યારે કામ ચલાઉ રીતે દરેક નવા નિર્ણય, આયોજન અને ચાલુ કામગીરીમાં વેઇટ અને વોચની નીતિ શરૂ થઇ ગઈ છે.હાલ જે પરિસ્થિતિ ઊભી થઇ છે તે જોતા એવું અનુમાન લગાવી શકાય કે વેપાર-ઉદ્યોગ પૂર્વવત થતા હજુ એક મહિનો લાગી જશે.