ગુજરાતમાં લોકડાઉન અંગે સાંજની કોર કમિટીની બેઠકમાં થશે ફેંસલો

1379

DIAMOND TIMES – કોરોનાની ચેન તોડવા લૉકડાઉન જ એક આખરી ઉપાય બચ્યો છે.આ બાબતને ધ્યાનમાં રાખી વેપારીઓ,વિવિધ વ્યાપારિક સંગઠનો અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા અનેક દીવસોથી લોકડાઉન કરવા સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન કરવાની રાજ્યોને છૂટ આપી છે.

વેપારીઓ, વિવિધ વ્યાપારિક સંગઠનો અને અને નિષ્ણાંત તબીબોની ટીમની માંગણીને અનુઅલક્ષીને ગુજરાત સરકારે લોકડાઉન અંગે સમીક્ષા પુર્ણ કરી લીધી હોવાના અહેવાલ છે.જેથી આજરોજ તારીખ 19 એપ્રિલના રોજ સાંજે ગાંધીનગર ખાતે મળનારી કોર કમિટીની બેઠકમાં વિચાર – વિમર્શ બાદ લોકડાઉન અંગે આખરી નિર્ણય લેવામાં આવે એવી સુત્રો દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની રાજ્યોને છૂટ આપતા રાજસ્થાન , દિલ્હી , મહારાષ્ટ્ર સહીત અનેક રાજ્યોએ લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં અનેક શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન થઈ રહ્યુ છે.જેનો જનતા તરફથી મજબુત સમર્થન અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.