10.02 કેરેટના ફેન્સી લેબગ્રોન હીરાએ આ ખાસ કારણથી મચાવી છે ધુમ

1126

DIAMOND TIMES – તાજેતરમાં જ ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) એ 10.02 કેરેટના ડી-કલરના, વીએસ 2 કેટેગરીના હીરાને સર્ટીફાઈડ કર્યો છે. હાર્ટ શેઈપના આ ફેન્સી આકારના યુનિક ક્રીએશન લેબગ્રોન હીરાને પ્રમાણિત કરતા તેને ઉત્તમ ગ્રેડ મળ્યો છે. આ મનમોહક લેબગ્રોન હીરાની સુંદરતા અને ઉચ્ચ ગુણવત્તાના કારણે તેણે બજારમાં ધુમ મચાવી દીધી છે. વળી તેણે હીરાના શોખિન ગ્રાહકોને લેબગ્રોન હીરાની ખરીદી પ્રત્યે આકર્ષિત કર્યા છે.ઉલ્લેખનિય છે કે ઇન્ટરનેશનલ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) એકમાત્ર પ્રયોગશાળા છે કે જેને વૈશ્વિક સ્તરે લેબગ્રોન હીરા સર્ટિફાઈટ કરવા માટે ISO માન્યતા મળી છે.

હાઇ-પ્રેશર હાઇ ટેમ્પરેચર(HPHT)ની પધ્ધતિનો ઉપયોગ કરીને આ 10 કેરેટના લેબગ્રોન હીરાને તૈયાર કરવામાં આવ્યો છે.આવા સુંદર અને મનમોહક હીરાને નિર્માણ કરવા ઉપયોગમાં લેવામાં આવેલી અત્યંત આધુનિક તકનીકનો ઉપયોગ ખરેખર રસપ્રદ બાબત છે.આ હીરાનો ફેન્સી આકાર તેની સુંદરતામાં વધારો કરે છે.વર્તમાન સમયમાં વિશ્વના બજારોમાં લેબગ્રોન હીરાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.આગામી સમયમાં હજુ પણ લેબગ્રોનના નવા નવા બજાર વિકસીત થવાની મજબુત સંભાવનાઓ રહેલી છે . હાઇ-પ્રેશર હાઇ ટેમ્પરેચર (HPHT) પધ્ધતિ કે સીવીડી પ્રક્રિયા દ્વારા ઉત્પાદીત કરેલા લેબગ્રોન હીરા બજારમાં આકર્ષણ ઉભુ કરવામાં સફળ થઈ રહ્યા છે.વળી મધ્યમ આર્થિક સ્થિતિ ધરાવતા પરિવાર ને પરવડે તેવી લેબગ્રોન હીરાની કીંમતના કારણે તેની ડીમાન્ડ વધવાની સાથે ગ્રાહકો તેના વિશે વધુને વધુ જાણવા ઉત્સુક જણાઈ રહ્યા છે.