DIAMOND TIMES – સોનાની કીંમત રેકોર્ડ હાઈથી 8 હજાર રૂપિયા ઘટી 48 હજારની નજીક પહોંચ્યા છે. બીજી તરફ સોનાના ભાવ આવનારા એક વર્ષમાં 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જવાની નિષ્ણાંતો દ્વારા આગાહી કરવા માં આવી છે.જેથી સોનું ખરીદવા કે તેમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય હોવાનું જાણકારો માની રહ્યાં છે.સોનાના ભાવ માં ઘટાડાના પગલે સોનાના આભુષણના કારોબારને વેગ મળશે તેમ જાણકારોનું માનવુ છે.
ગતરોજ 23 નવેમ્બરે સોનાના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઈટ મુજબ શરાફી માર્કેટમાં સોનું 758 રૂપિયા સસ્તું થઈને 48076 રૂપિયા થયુ છે.ગત વર્ષે ઓગસ્ટ માં શરાફી બજારમાં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ હતી.આ એક રેકોર્ડ હતો.હાલ તે 48076 રૂપિયા છે.જે પોતાના રેકોર્ડ હાઈથી 8124 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓછી કિંમતે મળી રહ્યું છે . જાણકારોના મતે સોનામાં ઘટાડો થવાનું કોઇ મજબુત કારણ નથી.અમેરિકન ફેડરલ બેંકે વ્યાજ દરને નીચલા સ્તરે યથાવત રાખ્યા છે. જેનાથી સોનામાં વિપરીત અસર પડી છે,પરંતુ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી શકે છે.
જાણકારોનું કહેવુ છે કે દેશ અને દુનિયામાં મોંઘવારી વધી રહી છે.આ ઉપરાંત અનેક દેશોમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે.તેનાથી સોનાના ભાવને સપોર્ટ મળશે.આવનારા એક વર્ષમાં સોનીની કીંમત 55 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.જો તમે સોનું ખરીદવા કે તેમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ યોગ્ય સમય હોય શકે