સંસદમાં બજેટ સત્રના પ્રથમ દીવસે આર્થિક સર્વે રજૂ : નાણાકીય વર્ષ 2022માં 11% વિકાસદરની અપેક્ષા,

148

ડાયમંડ ટાઈમ્સ

સંસદમાં બજેટ સત્રના પ્રથમ દીવસે આર્થિક સર્વે રજૂ કરવામા આવ્યો હતો જેમા દેશની આર્થિક સ્થિતિની વિગતો આપવામાં ઉપરાંત આર્થિક વિકાસને વેગ આપવાનાં પગલાં પણ સૂચવવામાં આવ્યાં હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2022માં ઝડપી રિકવરીની અપેક્ષા જ્યારે નાણાકીય વર્ષ 2021માં વિકાસદર નકારાત્મક રહેવાની ધારણાવ્યકત કરવામા આવી હતી.

સર્વે અનુસાર કોરોનાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં 7.7 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.પરંતુ 2021-22માં GDPમાં 11%નો વિકાસ દર રહેવાની આશા વ્યકત કરવામા આવી હતી.વર્ષ -2020ના એપ્રિલથી જૂન મહીના દરમિયાન થયેલા લોકડાઉનને કારણે GDPના કદમાં 23.9%નો ઘટાડો થયો હતો.અનલોક શરૂ થયા પછી પરિસ્થિતિમાં સુધારો થયો છે.સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ઘટાડો માત્ર 7.5% રહ્યો. આ રીતે 2020-21ના પહેલા ભાગમાં જીડીપીના કદમાં 15.7%નો ઘટાડો થયો છે.સર્વેનો અંદાજ છે કે બીજા ભાગમાં માત્ર 0.1%નો ઘટાડો થશે.
આ વર્ષે અર્થતંત્ર માટે સૌથી મોટો આધાર એ કૃષિ છે. એનો વિકાસદર 4.4% રહેવાની ધારણા છે. GDPમાં પણ એનો હિસ્સો વધશે. વર્ષ 2019-20માં એ 17.8% હતો, જે આ વર્ષે 19.9% ​​રહેશે. કૃષિ સિવાય અર્થતંત્રનાં બે ક્ષેત્ર ઉદ્યોગ અને સેવાઓ છે. ઉદ્યોગમાં વર્તમાન નાણાકીય વર્ષમાં એ 9.6% ઘટવાની ધારણા છે. સર્વિસ સેકટરની વૃદ્ધિ પણ -8.8% રહેશે.સર્વેમાં આ કાયદાઓની પ્રશંસા કરવામાં આવી છે. આ નવા કાયદાથી નાના ખેડૂતોને ફાયદો થશે.પ્રોસેસર્સ, હોલસેલર અને મોટા રિટેલરો સાથે વ્યવહાર કરતી વખતે ખેડૂતોને વધુ અધિકારો રહેશે.દેશના કુલ ખેડૂતોમાં 85% નાના ખેડૂતની કેટેગરીમા આવે છે.

આ સર્વેમાં આર્થિક વિકાસદરને વેગ આપવા માટે અપનાવવામાં આવેલા પગલાંનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે અત્યારે ભારત તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે.જો તેને ત્રીજા સ્થાને પહોંચવું હોય તો નવીનીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.