DIAMOND TIMES – દુબઈ સ્થિત ધ પાલ્મ ખાતે દુબઈ મલ્ટી ક્રોમોડીટી સેન્ટર્સ દ્વારા આગામી 21 ફેબ્રુઆરી 2022 માં દુબઈ ડાયમંડ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.DMCC દ્વારા આયોજીત આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશય હીરા કારોબારના ઉજ્જ્વળ ભવિષ્ય અંગે કારોબારીઓને માહીતગાર કરવાનો છે.આ કોન્ફરન્સમાં વૈશ્વિક અગ્રણીઓ-નિષ્ણાંતો ઉપસ્થિત હીરા ઉદ્યોગ સાહસિકોને હીરા કારોબારના વર્તમાન પ્રવાહો,ભવિષ્ય અને સંભવિત પરિવર્તનો અંગે માર્ગદર્શન આપશે
હીરાની વૈશ્વિક માંગ અને કીંમતોમાં થયેલી વૃદ્ધિના પરિણામે હીરા ઉદ્યોગ કોરોના મહામારીના કારણે વ્યાપેલી વશ્વિક મંદીમાથી સલામત રીતે બહાર આવીને પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી છે.વર્તમાન સમયે ઉદ્યોગમાં સકારાત્મક માહોલ છે.જાણકારોના મત્તે હીરા ઉદ્યોગનું ભવિષ્ય અત્યંત ઉજ્જ્વળ છે.આવા નિર્ણાયક સમયે હીરા અને ઝવેરાતની ખરીદી કરતા ગ્રાહકોના વર્તનની બદલાતી પ્રકૃતિ,ભવિષ્યના પડકારો અને તકો સહીત સમગ્ર હીરા ઉદ્યોગને મજબૂતી આપવા અને સકારાત્મક ગતિને આગળ વધારવા દુબઈ મલ્ટી ક્રોમોડીટી સેન્ટર્સ ની મહેચ્છા છે.જેને ધ્યાનમાં રાખીને આ કોન્ફરન્સમાં નિષ્ણાંતોની પેનલ દ્વારા પ્રયત્ન થશે.
દુબઈ મલ્ટી ક્રોમોડીટી સેન્ટર્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અહેમદ બિન સુલેમે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ મહામારીમાંથી સલામત રીતે બહાર આવી નવા ઉત્સાહ સાથે આગળ વધી રહ્યો છે.નવેમ્બર મહીનામાં અમેરીકામાં 7.3 બિલિયન ડોલરની રેકોર્ડબ્રેક વેચાણ થયુ છે.જ્યારે ભારતમાથી થતી પોલિશ્ડ હીરાની નિકાસ ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે.આ તમામ સંકેતો મજબૂત ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે.